Sunday, February 23

ટ્રાફિકના નિયમોની જાણકારી અંગે ડો. સુભાષ મહિલા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

માનવ જેટલો કાયદા કાનુનથી પરિચિત હોય તેટલો તેને ખુદને તથા સરકારને તથા સામેવાળાને ફાયદો થાય છે. ખાસ કરીને યુવા પેઢીમાં કાયદાની બાબતની સજાગતા આવે અને તે નીતિ નિયમો તથા કાયદાનું પાલન કરે તો કેટલીક સમસ્યાઓ જગતમાંથી ઓછી થઈ જાય. ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે પરફેક્ટ મારૂતિ ડ્રાઈવિંગ સ્કૂલ દ્વારા એક વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓને નાના-મોટા તમામ વાહનોના નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા અને એવો અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો કે વ્યક્તિની નાની એવી ભૂલથી પણ ઘણીવાર અકસ્માત સર્જાય છે અને તેને અને સામાવાળા બંનેને ભોગવવું પડે છે. આ ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, વીમો, તથા ટ્રાફિક સિમ્બોલ અંગે માહિતગાર કરાવ્યા હતા. મોટાભાગના અકસ્માતો બેદરકારીથી જ થતા હોય છે. તેથી વાહનની ગતિ ધીમી રાખવી અને ઓવરટેક કરતી વખતે બંને બાજુ બરાબર જોઈને જ વાહન ચલાવવું જોઈએ.
આ વ્યાખ્યાન યોજવા બદલ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આ કોલેજના ટ્રસ્ટી જવાહરભાઇ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્ય ડો. બલરામ ચાવડાએ સૌને નિયમોને પાળીને જવાબદાર નાગરિક બનવા અનુરોધ કર્યો હતો.

Leave A Reply