જૂનાગઢનાં જીએસટી રાજય વેરા અધિકારી પ્રજ્ઞાબેન આહિરનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

ગુજરાત રાજયનાં જીએસટી નાયબ રાજયવેરા કમિશ્નરની વર્તુળ-ર૧ જૂનાગઢ ખાતે ખુબ જ સારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને ૩૮ વર્ષ સુધીની ઉમદા કામગીરી બજાવનારા શ્રીમતી પ્રજ્ઞાબેન એસ. આહિર વય મર્યાદાનાં કારણે નિવૃત થતાં ગઈકાલે તેમને વિદાયમાન આપવામાં આવેલ હતું. આ તકે જીએસટી વેચાણવેરા વિભાગનાં પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયા હતાં. નાયબ રાજય વેરા કમિશ્નર વર્તુળ-ર૧ જૂનાગઢ ખાતે ફરજ બજાવતા રાજયવેરા અધિકારી પ્રજ્ઞાબેન એસ. આહિર તા. ૩૦-૯-૧૯નાં રોજ નિવૃત થતાં હોય જેઓનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં જોઈન્ટ કમિશ્નર વી.એન. ગુર્જર (રાજકોટ), જોઈન્ટ કમિશ્નર જે.એસ. દવે (ભાવનગર), નિવૃત જોઈન્ટ કમિશ્નર શ્રી લાડુમોર, સી.એમ. નાયક (જૂનાગઢ), ડી.એન. ગોયાણી (રાજકોટ), એ.જે. દફતરી (અમદાવાદ), પી.આર. કાલોત્રા (જૂનાગઢ) તથા અન્ય રાજયવેરા ખાતાનાં અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત પૂર્વ મેયર કેપ્ટન સતિષચંદ્ર વિરડા, પાર્થ વિરડા, ક્રિષ્ના પાર્થ વિરડા, પૌત્રી નાવ્યા પાર્થ વિરડા, હેરી વિરડા, નિલમ હેરી વિરડા તેમજ વિરડા પરીવાર તેમજ મુકેશભાઈ કામદાર આ ઉપરાંત ડો. સુભાષ એકેડમીનાં રાજ જવાહરભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રનાં સહતંત્રી અભિજીત ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહયા હતાં.
ગઈકાલે યોજાયેલા આ વિદાયમાનનાં કાર્યક્રમમાં પોતાને જે બહુમાન આપવામાં આવેલ છે તે અંગે પ્રતિભાવ આપતાં શ્રીમતી પ્રજ્ઞાબેન આહિરે પોતાની ૩૮ વર્ષની ફરજ નિષ્ઠાની અને કામગીરી વિગતો આપી હતી. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તેઓ જે સારી કામગીરી કરી શકે તેનું શ્રેય આપતાં જણાવ્યું હતું કે નોકરી દરમ્યાન સૌથી વધારે સહયોગ અને સપોટ તેમનાં પતિદેવ કેપ્ટન સતિષચંદ્ર આહિરનો પણ સંપૂર્ણ સહયોગ રહયો હતો. બે બાળકોનાં ઉછેરની શિક્ષણની જવાબદારી, ઘરની જવાબદારી અને ઓફિસની જવાબદારી આ ત્રણેયની કામગીરી સારી રીતે અદા કરી શકું તે માટે કેપ્ટન સતિષચંદ્ર વિરડા એટલે કે તેમનાં પતિદેવે સહયોગ આપી ટાઈમ ટુ ટાઈમ ફરજ બજાવી શકુ તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આ તકે વિભાગનાં તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓએ પણ સર્વિસ દરમ્યાન સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. અને સાથે જ પરમકૃપાળુ પરમાત્મા અને ઈશ્વરે પણ ખુબ જ સુખ આપી અને કાયમ કૃપા વરસાવી હતી તેમ જણાવી આ વિદાયમાન યોજવા બદલ સર્વેનો હૃદયથી આભાર માન્યો હતો.

Leave A Reply