નવરાત્રિનો તહેવાર લોકો માણી શકે તે માટે જૂનાગઢ શહેર, જિલ્લામાં પોલીસનો કડક બંદોબસ્ત

નવરાત્રીના તહેવાર નિમિત્તે લોકો શાંતિથી તહેવાર માણી શકે તે માટે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવાયો છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ જિલ્લાના ખાસ કરીને જૂનાગઢ શહેરના ‘એ’ ડિવિઝન, ‘બી’ ડિવિઝન, ‘સી’ ડિવિઝન, તાલુકા, ભવનાથ તેમજ કેશોદ, વિસાવદર તથા માંગરોળ ટાઉનમાં માંગરોળ ડિવિઝનના એએસપી રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પીઆઇ કે.એમ.ગોસ્વામી, પીઆઇ આર.બી.સોલંકી, કેશોદ પીઆઈ ડી.જે.ઝાલા, વિસાવદર પીઆઈ કે.કે.ઝાલા, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.ગોહિલ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પીઆઈ જે.એમ.વાળા, પીએસઆઇ જે.પી.ગોસાઈ, જે.બી.કારમુર, પી.વી. ધોકડીયા, ડી.જે.બડવા, જે.એચ. કચોટ, કે.બી. લાલકા તથા સ્ટાફ દ્વારા દરેક ગરબીના કાર્યક્રમને આવરી લેવામાં આવે તે રીતે ખાસ બંદોબસ્ત અને મોબાઇલ તેમજ મોટર સાયકલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. બાયપાસ રોડ ઉપર પાર્ટી પ્લોટમાં થતી અર્વાચીન ગરબી તથા પ્રાચીન મોટી ગરબી ઉપર પણ પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ ખાસ તૈનાત કરવામાં આવેલ છે.
નવરાત્રી દરમ્યાન કેફી પીણું પી ને છાકટા બનતા શખ્સોને પકડી પાડવા માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ ચેકીંગ કરતી બે-બે મોબાઈલમાં બ્રેથ એનેલાઈઝર વડે ચેકીંગ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેના દ્વારા દારૂ પી ને છાકટા બનેલા શખ્સો પકડી પાડવા કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, ત્રણ સવારી ફરતા યુવકો, બેફિકરાઈથી ફૂલ સ્પીડે વાહન ચલાવતા યુવકો, દારૂ પી ને વાહન ચલાવતા યુવકોને પણ વાહન ચેકીંગ દરમ્યાન કાર્યવાહી કરવા વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત જૂનાગઢ શહેર તથા કેશોદ ખાતે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્ક્વોડ, દરેક પોલીસ સ્ટેશનના ‘ડી’ સ્ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં તૈનાત કરી, ખાનગીમાં વોચમાં પણ મુકવામાં આવેલ છે જે નવરાત્રી દરમ્યાન જુદા જુદા નવરાત્રી કાર્યક્રમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી, લુખ્ખાગીરી કરતા, પીધેલા ઈસમો, હથિયાર સાથે ફરતા શખ્સોને શોધી કાઢવા ખાસ કાર્યવાહી કરવામાં આવશે. આ ખાનગી કપડામાં દરેક પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ સાથે મહિલા પોલીસને પણ મુકવામાં આવેલ છે, જે મહિલાઓની છેડતી કરતા રોમિયોને પકડી પાડવા ખાસ કાર્યવાહી કરશે. તેમજ જૂનાગઢ શહેરના ‘એ’ ડિવિઝન, ‘બી’ ડીવીઝન, ‘સી’ ડિવિઝન, ભવનાથ તેમજ કેશોદ ટાઉનમાં તાજેતરમાં ફાળવવામાં આવેલ સુપર કોપ બાઇકને પણ સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ છે. જે સુપર કોપ બાઇક મોટર સાયકલ ઉપર બે-બે જવાનો વોકી ટોકી સેટ તથા ઈકવિપમેન્ટ સાથે સુખનાથ ચોક, કડીયાવાડ, જગમાલ ચોક, ખાડિયા, મુબારકબાગ, ચિતાખાના ચોક, ગાંધી ચોક, ઝાંઝરડા રોડ, દોલતપરા, મધુરમ, બાયપાસ, વિગેરે વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી, કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નવરાત્રીના પ્રથમ બે દિવસે વરસાદના કારણે શહેરીજનો ઓછી સંખ્યામાં બહાર નિકળ્યા ન હતોતાં છતાં, જૂનાગઢ શહેર ખાતે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી, ચેકીંગ દરમ્યાન ત્રણ સવારી ફરતા, પુર ઝડપે વાહન હંકારતા ૨૦ થી ૨૫ વાહન ચાલકો દંડાયા હતા, ૫ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે અને અમુક શખ્સને દારૂ પી ને વાહન ચલાવતા પકડી પાડવામાં આવેલ હતા. જયારે ૧૦ શખ્સોનેદારૂ પીધેલ હાલતમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

Leave A Reply