Sunday, February 23

વણિક સોશ્યલ ગ્રુપ તથા વણિક સંગઠન દ્વારા આયોજીત જયભવાની રાસોત્સવ-ર૦૧૯નો કાર્યક્રમ યોજાયો

નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ચુકયો છે. પ્રથમ દિવસે વરસાદી વિઘ્ન હોવા છતાં કેટલાક સ્થળોએ રાસ-ગરબાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જયારે ગઈકાલે અનેક સ્થળોએ રાસ-ગરબાનાં કાર્યક્રમો હોંશ પૂર્વક યોજાયા હતા અને આજે ત્રીજા દિવસે પણ પ્રાચીન – અર્વાચીન ગરબીઓમાં નવરાત્રી મહોત્સવની ધૂમ મચવાની છે ત્યારે ગઈકાલે લક્ષ્મીવાડી ખાતે જયભવાની રાસોત્સવ-ર૦૧૯નાં કાર્યક્રમમાં ખેલૈયાઓ મનમુકીને ઝુમ્યા હતા. છેલ્લા ૧૦ વર્ષ થયા વણિક સોશ્યલ ગૃપ તથા વણિક યુવા સંગઠન દ્વારા જયભવાની રાસોત્સવનો કાર્યક્રમ યોજાય છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢનાં પ્રખ્યાત ડી.જે. સંગીતનાં સથવારે તેમજ મીડિયા પાર્ટનર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં સહયોગ સાથે રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ગઈકાલે બીજા નોરતે રાસ ગરબાની રમઝટ બોલી હતી અને ઉત્કૃષ્ટ પર્ફોમન્સ દર્શાવનાર ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. બીજા નોરતે માં ભવાનીની આરતીમાં બટુકભાઈ પાટડીયા, બિપીનભાઈ ધોળકીયા, લલીતભાઈ ધોળકીયા સહીતનાંએ લાભ લીધો હતો. મુખ્ય આયોજક કૂશલભાઈ પારેખ અને ગોપાલભાઈ લાઠીગરા, મેહુલ ગુસાણી, ધીરૂભાઈ સોની, સમીરભાઈ શાહ, જીગ્નેશભાઈ કડેચા, હરકિશન વેડીયા સહીતનાં કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave A Reply