Sunday, February 23

જૂનાગઢમાં બોલબાલા ચેરી. ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતી નિમિતે આવતીકાલે સોનાપુરી ખાતે સ્વચ્છતા અભિયાનનો યોજાશે કાર્યક્રમ

જાણીતી સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરી.ટ્રસ્ટ દ્વારા ભુખ્યાઓને અન્નદાન તેમજ જરૂરીયાતમંદોને અનેક પ્રકારની સહાય તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ કમરવામાં આવી રહી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિની સરાહના થઈ રહી છે. દરમ્યાન આવતીકાલે જૂનાગઢ ખાતે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ૧૦૦ જેટલા સિનીયર સીટીઝનોની હાજરીમાં સોનાપુર સ્મશાન ખાતે સવારનાં ૯.૦૦ વાગ્યાથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે અને આ અભિયાન અંતર્ગત સોનાપુરીમાં સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

Leave A Reply