જૂનાગઢ રેન્જ આઈ.જી. તરીકે મનીન્દર પ્રતાપસિંઘ પવારની નિમણૂંક

ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રપ આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં સુભાષ ત્રિવેદી, ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ જૂનાગઢ દક્ષિણ રેન્જની બદલી કરાઈ છે અને તેમને ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ બોર્ડર રેન્જ ભૂજ ખાતે નિમણૂંક અપાઈ છે. જયારે મનીન્દર પ્રતાપસિંઘ પવાર ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી (ક્રાઈમ-૪) ગાંધીનગરની બદલી કરીને તેમને ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ જૂનાગઢ દક્ષિણ રેન્જમાં નિમણૂંક અપાઈ છે. જયારે વાસમસેટી રવિ તેજા આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ માંગરોળ (જૂનાગઢ)ને બઢતી આપીને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ઝોન-પ, અમદાવાદ શહેરમાં નિમણૂંક અપાઈ છે.
જયારે નિતેશ પાંડે, અજમાયશી આઈપીએસ જૂનાગઢને મદદનીશ પોલીસ અધિક્ષક, ધોળકા (અમદાવાદ) ખાતે નિમણૂંક અપાઈ છે. જયારે એમ.ડી. ઉપાધ્યાય, પોલીસ ઈન્સ્પેકટરને બઢતી આપી નાયબ પોલીસ અધિક્ષક (બિન હથીયારધારી), સોમનાથ મંદિર (ગીર સોમનાથ જીલ્લો) ખાતે નિમણૂંક અપાઈ છે. જયારે ઈમ્તીયાઝ જી. શેખ, મદદનીશ પોલીસ કમિશ્નર, ઈ-ડીવીઝન, અમદાવાદ શહેરની પોલીસ અધિક્ષક, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, પોરબંદર ખાતે નિમણૂંક અપાઈ છે.

Leave A Reply