Sunday, February 23

જૂનાગઢમાં ખાદીની ખરીદી ઉપર વિશેષ વળતર યોજનાનો થયેલો પ્રારંભ

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં તેમજ દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢમાં ખાદીની ખરીદી ઉપર વિશેષ વળતર યોજનાનો પ્રારંભ થયો છે.
ગ્રામભારતી જૂનાગઢ સંચાલિત ખાદીગ્રામ ભવન આઝાદ જૂનાગઢ ખાતે આજ તા.ર ઓકટોબર ર૦૧૯ સવારના ૧૦ કલાકે કેન્દ્ર સરકારના ખાદી કમીશન તથા ગુજરાત ખાદી બોર્ડ તરફથી વિશેષ વળતર યોજના ખુલ્લી મુકવામાં આવી છે. આ અવસરે ખાદી પ્રવૃત્તિને પ્રોત્સાહીત કરવા અને દેશના કરોડો ખાદી કાતનાર અને વણકર શ્રમજીવીઓને રોજગારી મળી રહે તેમનો મુખ્ય હેતું છે.
ગ્રામભારતી જૂનાગઢના પ્રમુખ મોહનભાઈ પટેલના પ્રમુખસ્થાને યોજાયેલાં આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર સૌરભ પારઘી, મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા, ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી, નાનજીભાઈ વેકરીયા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ખાદીભવન ઉપરથી ખાદીની આઈટમો, ખાદીના વસ્ત્રો, દરેક કલરમાં, પોલીવસ્ત્રો ખાદી, પી-૧ ગ્રામોદ્યોગની વસ્તુઓ, ન્હાવા/ધોવાના સાબુ, તલની સાની, શુધ્ધ મધ, હર્બન શેમ્પુ, ખાદી બોર્ડ માન્ય સરબતો, દવા વગરનો દેશી ગોળ, ખાખરા, પાપડ, અથાણા, ઓકસોડાઈઝ મંદિરો, કોપર મેટલ તથા વ્હાઈટ મેટલ મુર્તિઓ, સુગંધી અગરબતી, ઓકસોડાઈઝ પટારા, બેંગલ બોકસ, જવેલરી બોકસ, સ્ટીલ વુડન, ફર્નીચર બાજાઠ, પાટલા વગેરે જેવી વસ્તુઓ મળી શકશે. આ વિશેષ ખાદી વળતર યોજનાનો લાભ લેવા ગ્રામભારતી જૂનાગઢના માનદ મંત્રી ધીરૂભાઈ ગોહેલે લોકોને અનુરોધ કરેલ છે.

Leave A Reply