જૂનાગઢ જીલ્લામાં આજથી નશાબંધી સપ્તાહની ઉજવણી

નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી જૂનાગઢના જીલ્લા નિયોજક બી.પી.જાડેજાની યાદીમાં જણાવ્યાનુસાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમીતે ૨ ઓકટોબરથી ૮ઓક્ટોબર૨૦૧૯ દરમ્યાન નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી જૂનાગઢ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત નશાબંધી સંદર્ભે જાગૃતિ લાવવા જુદા-જુદા કાર્યક્રમો યોજાશે. જૂનાગઢ જીલ્લામાં તાલુકા મથકોએ તથા શાળા-કોલેજોમાં નશાબંધી પ્રચાર-પ્રસાર માટે નશાબંધી સંમેલન, મહિલા સંમેલન, નશાબંધી જાગૃતી રેલીઓ, કોલેજોમાં નશાબંધી વકતૃત્વ નિબંધ સ્પર્ધા, પછાત વિસ્તારોમાં નશાબંધી પ્રચાર સાહિત્યનું વિતરણ, વાહનો ઉપર નશાબંધી પ્રચારના સ્ટીકર લગાવવા સહિતના લોકજાગૃતિના કાર્યક્રમો યોજી સરકારની નશાબંધી નીતિને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે. નશાબંધી-આબકારી અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ નશાબંધી વિભાગની કચેરીનાં સબ ઈન્સપેક્ટર ડી.પી.ગોર અને એમ.બી. સોલંકી સહિત અધિકારી/કર્મચારીઓ કાર્યક્રમોને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
તા.૨ ઓક્ટોબરે સવારે ૧૧-૦૦ કલાકે સમર્થ ઈન્ટરનેશનલ સ્કુલ નાંદરખી ગામે સ્પર્ધાત્મક કાર્યક્રમો અને પ્રેરણાત્મક પ્રવચનો સાથે જૂનાગઢનાં નનકુભાઇ ભાયાણી આયોજીત લોકડાયરો યોજાશે. સાંજે બામણગામ ખાતે નશાબંધી વિષયક લોકડાયરો યોજાશે.તા. ૩નાં સવારે આદર્શ હાઇસ્કૂલ વિશળ હડમતિયા અને સાંજે ખારચીયા (વાકુના) ખાતે નશાબંધી વિષયક કાર્યક્રમો યોજાશે. તા. ૪નાં વિવેકાનંદ હાઈસ્કુલ વંથલી, અને શાંતલપુર ખાતે નશાબંધી લક્ષી કાર્યક્રમો યોજાશે. તા. ૫નાં કેશોદ સિગ્મા ગૃપ ઓફ સ્કુલ ખાતે અને રાત્રે બડોદર ગામે નશાબંધી વિષયક નાટક અને સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાશે. તા. ૬ ઓક્ટોબરે સવારે ૧૧-૦૦ કલાકે ભગીરથ કુમાર છાત્રાલય મેંદરડા વ્યસન મુક્તી નાટક અને સાહિત્યનું વિતરણ, નાગલપુર ગામે વ્યસનમુક્તિ ડાયરો, તા. ૭ ઓક્ટોબરે તાલાળા નવજીવન હાઈસ્કુલ ખાતે વક્તૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધા, બોરવાવ ગામે અમર કલા મંદીર દ્વારા નશાબંધી વીષયક “અમર રહે તારો ચુડી સાંદલો” વિષયે નાટક યોજાશે. તા. ૮નાં બપોરે શ્રી સ્વામિનારાયણ કોલેજ પ્રભાસ પાટણ ખાતે નશાબંધી વીષયક પ્રવચનો, અને ઈશ્વરીયા તા. વેરાળ ખાતે સપ્તાહ પુર્ણાહુતી કાર્યક્રમ અંતર્ગત અમર નાટ્ય કલામંદિર યોજીત નાટક યોજાશે.
નશાબંધી લોકજાગૃતિ સપ્તાહ કાર્યક્રમ દરમ્યાન લોકોને, ગ્રામજનો, શહેરીજનો, આગેવાનો, વિદ્યાર્થીઓ, તથા અન્ય ઉપસ્થિત વ્યકતિઓને વ્યસન નહીં કરવા તેમજ વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવશે.

Leave A Reply