નવરાત્રી મહોત્સવમાં મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં ખેલૈયાઓની રમઝટ

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સતત ત્રીજા વર્ષે ખલીલપુર બાયપાસ ચોકડી, દેશી પકવાનની બાજુમાં આવેલ મધુવન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે અને ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે.
જેમાં ગતરાત્રે ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પરેશભાઈ જોષી, આરતીબેન પરેશભાઈ જાષી, ભરતભાઈ લખલાણી, રૂપલબેન લખલાણી, અજયભાઈ વ્યાસ, હિનાબેન વ્યાસ, મુકેશભાઈ મહેતા, જીતુભાઈ પંડયા, ચેતનાબેન પંડયા, મહેશભાઈ જોષી, એડવોકેટ સ્નેહલ જાષી પરિવાર, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, કોર્પોરેટર પલ્લવીબેન ઠાકર, ગીતાબહેન મહેતા અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખના શ્રીમતિ ગીતાબેન જયદેવભાઈ જોષી અને તેની ટીમ તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોષી, કાર્તિક ઠાકર, આશિષ રાવલ, પી.સી.ભટ્ટ, જીત તેરૈયા, કમલેશભાઈ ભરાડ અને આ મહોત્સવના કન્વીનર પુનિતભાઈ શર્મા, મનિષભાઈ ત્રિવેદી સહિતની ટીમ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે.
ગતરાત્રે ગરબી પુરી થયા બાદ ખેલૈયાઓને શ્રીમતિ વિણાબેન શૈલેષભાઈ પંડયાના સૌજન્યથી પ્રોત્સાહિત ઈનામો સમાજના અગ્રણીઓ, પત્રકાર વિનુભાઈ જાષીના હસ્તે એનાયત કરાયા હતા.

Leave A Reply