Sunday, February 23

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ ઉત્સવમાં ગાંધી જયંતિ નિમિત્તે ભક્તિ ગીતોની બોલાવી રમઝટ

જૂનાગઢમાં પણ નવરાત્રીને લઈને પ્રાચીન ગરબીઓ યોજાઈ રહી છે ત્યારે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં ૪પ વર્ષથી પણ જુની ગરબી હાલ પણ યથાવત યોજવામાં આવી છે ત્યારે બાળાઓ અલગ-અલગ પ્રકારના રાસ રમી નવરાત્રી ઉજવણી કરી રહ્યા છે.
ગાંધીગ્રામના લોકો દ્વારા અનોખી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધી જયંતી નિમિત્તે ભક્તિ ગીતોની રમઝટ સાથે બાળાઓએ રાસ રમ્યા હતા અને ગીરના પ્રખ્યાત એવા ભરવાડી રાસ પણ બાળાઓ દ્વારા રમવામાં આવ્યો હતો. ગુજરાતી ગાયક કલાકાર એવા રાજભા ગઢવીએ ગરબાના ગીતોની રમઝટ બોલાવી હતી અને બાળાઓએ તેમના ગીતો ઉપર ગરબા ઘુમ્યે હતા.
આ ગાંધીગ્રામ વિસ્તારની ગરબી છેલ્લા ૪પ વર્ષથી પણ જુની ગરબી યોજવામાં આવી રહી છે. ગુજરાતના લોક ગાયક અને સહિત્યકાર એવા ભીખુદાન ગઢવી અને સૂરીલો કંઠ ગણાતાં દિવાળીબેન ભીલે આ ગરબી ગાંધીગ્રામ વિસ્તારમાં ચાલુ કરાવી હતી છે અને ૨૦૦૦ની સાલમાં ગરબીનો અંત આવવાનો હતો પરંતુ ગાંધીગ્રામ વિસ્તારના હીરાભાઈ મોરીએ આ ગરબી રમાડવાની યથાવત રાખી છે. જૂનાગઢમાં જૂનામાં જૂની ત્રીજા નંબરની ગરબી યોજાઈ રહી છે. બાળાઓ અલગ-અલગ રાસ રમી માં જગદંબાના આશીર્વાદ લે છે અને દૂર-દૂરથી લોકો ગાંધીગ્રામ વિસ્તારની ગરબી નિહાળવા આવતાં હોય છે. ગઈકાલે રાત્રે બાળાઓએ ભુવા રાસ રજુ કર્યો હતો.
જૂનાગઢમાં અન્ય પ્રાચીન ગરબીઓ થાય છે પરંતુ ગાંધીગ્રામ વિસ્તારની ગરબી જુનામાં જુની છે અને જુના ગરબા ઉપર રાસ રમવામાં આવે છે તે માટે દૂર-દૂરથી લોકો આ ગરબી નિહાળવા ગાંધીગ્રામ સુધી પહોંચી જાય છે.

Leave A Reply