જૂનાગઢમાં લક્ષ્મીવાડી ખાતે યોજાયેલ રાસોત્સવને માણતા વણિક સમાજના લોકો

વણિક સોશ્યલ ગૃપ તથા યુવા સંગઠન જૂનાગઢ દ્વારા વણિક સમાજનો રાસોત્સવ લક્ષ્મીવાડી જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ છે જેમાં વણિક સમાજના લોકો બહોળા પ્રમાણમાં રાસોત્સવ માણી રહ્યા છે. લક્ષ્મીવાડીમાં લોકોને બેસવા માટેની ઉત્તમ વ્યવસ્થા તથા વિશાળ સંખ્યામાં સોફાઓ અને ખુરશીઓની વ્યવસ્થા રાખવામાં આવેલ હોવાથી વડીલો તથા બહેનોને બેસવાની સારી જગ્યા મળે છે અને મોડી રાત્રી સુધી જાગવા છતાં થાક લાગતો નથી. તેમજ વણિકજનોને નાસ્તા માટેની કેન્ટીનની વ્યવસ્થા કરાયેલ છે જેમાં વણિકજનો હોંશે હોંશે સ્વાદ માણે છે. આ રાસોત્સવ વણિક સોશ્યલ ગૃપના સિનિયરો અશ્વિનભાઈ શાહ(શિંગાર ડ્રેસીસ) બિપીનભાઈ ધોળકીયા (લક્ષ્મી જ્વેલર્સ)ના સતત માર્ગદર્શન યોજવામાં આવેલ છે. રાસોત્સવમાં જય ભવાની જ્વેલર્સ તરફથી સાથ સહકાર મળેલ છે જેમાં અભયભાઈ અને ક્રિષ્નભાઈનો સહકાર સાંપડેલ છે. આ કાર્યક્રમને ડી.જે. વૃજેશ વેડીયાના સુરમય સંગીતથી વિશેષ ઓપ મળેલ છે જેના સંગીતથી ખેલૈયાઓ નાચી ઉઠે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ કુશલભાઈ પારેખ તથા તેમની ટીમનાં ગોપાલભાઈ લાઠીગરા, મેહુલભાઈ ગુસાણી, ધીરૂભાઈ સોની, સમીરભાઈ શાહ, ડો. ઝાંઝમેરીયા, જય ઝાંઝમેરીયા, જીગ્નેશભાઈ કડેચા, કિર્તીભાઈ ફીચડીયા, હરકીશનભાઈ વેડીયા, મોહિત વેડીયા, હાર્દીક ધોળકીયા, હિતેશ ડીડાણી તથા રીધ્ધીબેન પારેખ, કાશ્મીરાબેન ભુવા, કાજલ સોની, ક્રિષ્ના રાજપરા, દર્શનાબેન રાજપરા, પૂષ્ટિબેન કડેચા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

Leave A Reply