ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ભારતમાં વિરોધ કરવાના અધિકારના ગહન જૂનાગઢના આંદોલન મૂળની યાદ અપાવે છે

૧૯મી સદીના અંતમાં માહિયા સમુદાયના ૯૦૦ જેટલા પુરૂષો કાઠિયાવાડના જૂનાગઢમાં જાહેર મેદાન ઉપર ખાધા પીધા વગર મહિનાઓ સુધી ધરણા ઉપર બેઠા હતાં. માહિયા જૂનાગઢના રાજાઓના પેઢીઓથી સેવક હતા અને રાજ્યને તેમની લશ્કરી સેવાના બદલામાં કરમુક્ત જમીન તેમને ફાળવવામાં આવી હતી. હવે સત્તાવાળાઓએ તેમની આજીવિકાના એક માત્ર સોર્સ સમાન ખાસ કરીને તેમની ગોચર જમીન ઉપર ગેરવાજબી વેરા ઝીંક્યા હતા. માહિયા સમુદાયે તેનો વિરોધ કર્યો હતો. અન્યાય સામે શસ્ત્રો ઉઠાવવાના બદલે માહિયાએ પ્રતિકારની નવી રીત એટલે કે રીસામણુંનો આશ્રય લીધો હતો. જો કે જૂનાગઢના રાજાએ મચક આપી ન હતી પરંતુ આખરે બંદૂકની અણીએ માહિયાઓને માત કરવામાં આવ્યાં હતા. મહાત્મા ગાંધી પણ આ જ કાઠિયાવાડમાંથી આવતાં હતા. આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ ભારતમાં વિરોધ કરવાના અધિકારોના મૂળ ઘણા ઊંડા છે એ વાતની યાદ આવે છે. કાઠિયાવાડમાં પ્રતિકાર કરવાની એક પરંપરા હતી. ગાંધીજી પણ વિરોધ માટે અહિંસક માર્ગ અપનાવતા હતા. જૂનાગઢના રજવાડા સામે માહિયાના વિરોધની ગાથા કાઠિયાવાડના જાણીતા લેખક અને લોક કલાકાર ઝવેરચંદ મેઘાણીએ ગાઇ છે.
ગાંધીજીએ પણ પ્રતિકાર કરવાના આ ગહન મૂળનો ઉપયોગ કરીને સત્યાગ્રહનું શસ્ત્રો અપાનાવ્યું હતું. કાઠિયાવાડીઓ સ્થાનિક શાસકો સામે લડતાં હતાં જ્યારે ગાંધીજીએ સત્યાગ્રહનું શસ્ત્રો બ્રિટીશ સામ્રાજ્ય સામે ઉગામ્યું હતું અને તેમાં તેઓ સફળ રહ્યાં હતાં અને ભારત ઉપર બ્રિટીશ શાસનનો અંત આવ્યો હતો. પ્રતિકાર કરવાની કાઠિયાવાડી પરંપરા આપણને યાદ અપાવે છે કે ગાંધીજીના અહિંસક પ્રતિકારનો ખ્યાલ માનવામાં આવે છે એ રીતે કોઇ ભૂલ ન હતી પરંતુ ભારતમાં તેના ગહન મૂળ હતા.

Leave A Reply