પાવાગઢ શક્તિપીઠનું અનેરૂં મહાત્મય : અહીયાં દર્શન માત્રથી થાય છે દરેક સમસ્યા દુર

પાવાગઢ આપણા ગુજરાતમાં જ આવેલ છે આ શક્તિપીઠ ખાતે જ્યાં દર્શન માત્રથી થાય છે દરેક સમસ્યા દુર. ગુજરાતનાં પંચમહાલ જીલ્લામાં પાવાગઢનું મંદિર આવેલું છે. પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે લગભગ જ એવો કોઈ ગુજરાતી હશે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાતના લીધી ન હોય. જ્યારે પણ આપણને એક કે બે દિવસની રજાઓ મળે છે અને આપણે કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લીસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે પાવાગઢનું. લગભગ દરેક લોકો આવું વિચારતા હોય જ છે. જે મિત્રોને કુદરતી વાતાવરણ અને પર્વતો ગમે છે અને ચઢવું પસંદ છે તેઓ માટે તો આ એક બહુ સારી જગ્યા છે જ પણ જે પણ મિત્રો માતા મહાકાળીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે તેમના માટે પાવાગઢ એ બહુ મહત્વની જગ્યા છે. આજે અમે તમને જણાવીશું આ જગ્યા વિષેની મહત્વની વાતો જે તમને ત્યાં દર્શન કરવા જતાં મદદ કરશે.
હાલોલ તાલુકા પાસે આવેલ સુંદર દ્રશ્યો અને કુદરતી વાતાવરણથી ભરપુર પર્વત એટલે પાવાગઢ. પાવાગઢ એ આપણા ગુજરાતનું એક બહુ જ પ્રખ્યાત શક્તિપીઠ છે આ એક ધાર્મિક યાત્રા સ્થાન પણ છે. કુદરતના ખોળામાં આવેલ આ એક બહુ સુંદર જગ્યા છે. આ પર્વતની સૌથી સુંદર ચોટી ઉપર માતા મહાકાળી બિરાજમાન છે. અહીંયા અનેક ભક્તો માતાના દર્શન કરવા અને પોતાની અનેક તકલીફો લઈને માતાના દ્વારે આવતા હોય છે. દરિયાની સપાટીથી આ સ્થાને ૨૭૩૦ ફૂટની ઉંચાઈ ઉપર આવેલ છે. અનેક કુદરતી આફતો પછી પણ આ પાવાગઢનો પર્વત હલ્યો પણ નથી. અહીંયા આપણી સંસ્કૃતિના કેટલાક અવશેષો પણ જોવા મળે છે. જ્યારે સતી માતાના પિતા દક્ષ રાજાએ યજ્ઞ કરાવ્યો ત્યારે તેમાં મહાદેવને આમંત્રણ આપ્યું હતું નહિ અને મહાદેવનું અપમાન કર્યું હતું તેના કારણે સતી માતા ગુસ્સે થયા અને તેમણે યજ્ઞમાં પોતાનો દેહ સોંપી દીધો હતો. જયારે મહાદેવ એ માતા સતીના દેહને લઈને આખા વિશ્વમાં ફરતા હતા અને ગુસ્સે ભરાયેલ શિવજી એ સમગ્ર દુનિયામાં પ્રલય કરવા જઈ રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શબના ટુકડા કરે છે અને એ ટુકડા જ્યાં જ્યાં પડયા ત્યાં ત્યાં માતાના શક્તિપીઠની સ્થાપના થઇ હતી. આમાં પાવાગઢ ઉપર માતા સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. આના કારણે જ અહિયાં માતા મહાકાળીની પૂજા થાય છે, આ મંદિરમાં કાળી યંત્રની પૂજા કરવામાં આવે છે. ગર્ભગૃહમાં રહેલ માતાજી ઉપર તેમના ભક્તો દ્વારા અનેક ચાંદીના છત્તર, જીભ અને બીજા અનેક માતાના શણગાર કરેલ છે. માતાજી બહુ સુંદર સ્વરૂપે અહિયાં આવનાર દરેક ભક્તોને દર્શન આપે છે. અહિયાં આવેલ એક તળાવનું પાણી એ દૂધ જેવું દેખાતું હોય છે જેના કારણે આ તળાવનું નામ એ દુધિયા તળાવ તરીકે ઓળખાય છે અને સાથે જ બીજા એક તળાવનું પાણી છાશ જેવું હોવાથી એ તળાવનું નામ છાશીયું તળાવ રાખ્યું હતું. બીજા એક તળાવનું પાણી એ તેલ જેવું ચીકણું હતું એટલે આ તળાવનું નામ એ તેલીયા તળાવ તરીકે ઓળખાય છે. અત્યારે તમે જશો તો તમને ફક્ત આ તળાવના નામ જ મળશે. મહાકાળી માતાનું મંદિર એ પર્વતની ટોચ ઉપર વિરાજમાન છે.અહિયાં જો તમે તમારા ઘરના વડીલ સાથે કે પછી કોઈ ઉંમરલાયક વ્યક્તિને સાથે લઇ જાવ છો તો તેમને પગથીયા ચડવાની જરૂરત નથી તેમના માટે અને જે લોકો પગથીયા નથી ચડવા માંગતા તેમની માટે પણ અહિયાં રોપ-વેની સુવિધા આપવામાં આવી છે. આ રોપ-વે ની મદદથી પછી અંતિમ મંદિર સુધી પહોચવામાં તમારે ફક્ત ૬૦ થી ૭૦ પગથીયા જ ચઢવાના રહેશે. અહિયાં આવનાર દરેક ભાવિક ભક્તોને બહુ જ શાંતિ અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. અહિયાં આવેલ દરેક લોકોની મનોકામના માતા મહાકાળી પૂર્ણ કરે જ છે. મહર્ષિ વિશ્વામિત્ર એ આ પાવન ભૂમિ ઉપર ખુબ આકરૂ તપ કરીને બ્રહ્મર્ષિનું પદ સિધ્ધ કર્યું હતું. લોક વયિકા તો એ વી પણ છે કે તેમણે માતા મહાકાળીના યંત્રની સ્થાપના કરીને તેમના માટે મંત્રોચાર કરીને પૂજા કરી હતી અને પર્વતના સૌથી ઊંચા શિખર પર માતા મહાકાળીની સ્થાપના કરી હતી. પહાડીમાં વસેલું મહાકાળીમાતાનું મંદિર ૫૫૦ મીટરની ઉંચાઈ ઉપર એટલે કે ૧૫૨૩ ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા ૨૫૦ પગથિયા ચઢીને માતાજી સુધી પહોંચી શકાય છે. નવરાત્રિ દરમ્યાન અહિયાં ભક્તો લાખોની ભીડમાં માતા મહાકાળીના દર્શન માટે આવતા હોય છે. અહિયાં દરેકની સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવામાં આવે છે. અહિયાં તમને ઘણી બધી જગ્યાએ અનેક પ્રાચીન વસ્તુઓના દર્શન થશે મોટા મોટા દરવાજા, ટંકશાળા, અનેક ખંડેર, સુંદર પર્વતો વગેરે જેવા મનમોહક દ્રશ્યો પણ તમને જોવા મળશે. પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત ઉપર આવેલી છે. શંકુ આકારના આ પર્વત ઉપર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની માતા જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. આ મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. ૨ ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ માતાજી મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઉત્પન્ન થાય. મહાકાળી માએ હાથમાં ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી ઉપર ન પડવા દીધું અને રક્તબીજ રાક્ષસનો સંહાર કર્યો. આ ઉપરાંત માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.જો તમે હજી સુધી નથી લીધી આ જગ્યાની મુલાકાત માટે વહેલામાં વહેલી તકે ત્યાં જવાનો પ્લાન બનાવો.

Leave A Reply