Saturday, January 25

શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આરતી કરાઈ

જૂનાગઢના ખોજાવાડમાં આવેલ સનાતન ચોકમાં શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને નાની નાની ૭પ જેટલી બાળાઓ માતાજીના રાસ ગરબા રમે છે. ગઈકાલે ૬ઠ્ઠા નોરતે આ ગરબીમાં મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી, સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, પ્રો. પી.બી. ઉનડકટ, કુદુસભાઈ મુન્શી, મનોજભાઈ સોલંકી, હીતેષભાઈ પોપટ વગેરે દ્વારા આરતી કરવામાં આવી હતી. આ ગરબીને સફળ બનાવવા માટે હસુભાઈ દેવાણી, ચેતનભાઈ રાજા, પ્રફુલભાઈ કાલરીયા, બાલાભાઈ મેર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave A Reply