આવતીકાલે ૮મું નોરતું : હવન અષ્ટમીની થશે ભાવભેર ઉજવણી


જૂનાગઢ શહેર જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવનાં કાર્યક્રમો ભાવભેર યોજાઈ રહયા છે. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં આવેલી શેરી ગરબીઓ તેમજ જ્ઞાતિ સમાજ આયોજીત રાસ-ગરબાનાં કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહયા છે. ત્યારે આજે ૭મું નોરતું અને આવતીકાલે ૮મું નોરતું એટલે કે હવન અષ્ટમીનું પર્વ હોય આવતીકાલે માતાજીનાં મંદિરોમાં હવન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. નવરાત્રીનાં પ્રારંભ સાથે જ માતાજીનાં મંદિરો તેમજ ગિરનાર ક્ષેત્રમાં આવેલ ધાર્મિક સ્થળોએ માતાજીની પુજા-અર્ચના આરતી, મહાપુજા તેમજ અનુષ્ઠાનનાં કાર્યક્રમો હોંશભેર ઉજવવામાં આવી રહયા છે. જગત જનની મા જગદંબા પાસે સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે અને સમગ્ર વાતાવરણ ભકિતમય માહોલમાં પ્રવેશ ગયું છે. આવતીકાલે હવન અષ્ટમીની કાર્યક્રમો પણ ખુબજ ભાવભેર ઉજવાશે અને વિવિધ સ્થળોએ યજ્ઞો હવનનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply