જૂનાગઢમાં નરસિંહ મહેતાનાં ચોરે હિન્દુ-મુસ્લીમ એકતાની પ્રતિક સમી નવરાત્રિનું ભવ્ય ઉજવણી થઈ રહી છે

જૂનાગઢનાં પ્રખ્યાત નરસિંહ મહેતા ચોરા ખાતે જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન તા. ર૯-૯-૧૯ થી તા. ૧૩-૧૦-૧૯ (એકમથી પૂનમ) સુધી કરવામાં આવેલ છે.નવરાત્રિ મહોત્સવમાં રમવા આવો માડી, ભુવા રાસ તથા આવળમાં નો ભેડીયોએ ખાસ આકર્ષણ જગાવેલ છે. જૂનાગઢ શહેરમાં પ્રખ્યાત ગરબીઓમાં નરસિંહ મહેતાનાં ચોરાની ગરબીનું નામ પણ અવલ્લ નંબરે આવે છે. અને અહી દરરોજ હકડેઠઠ્ઠ માણસો ગરબી જોવા એકઠા થતાં હોય છે. આ ગરબીની ખાસ વિશેષતા એ છે કે આ ગરબીમાં હિન્દુ અને મુસ્લીમ લોકો સાથે મળીને આયોજન કરે છે. પ્રમુખ પ્રવિણચંદ્ર ચાવડા, અશોકકુમાર ચાવડા, સીડા ઈકબાલભાઈ, બેરનાણી નરેન્દ્રભાઈ, અમીનભાઈ હાલેપોત્રા, રમેશભાઈ કુનપરા, જીતેન્દ્રભાઈ વસાણી, અભિષેક સાવલીયા, યુસુફભાઈ તિરસાઈવાલા, અબ્બાસભાઈ કુરેશી, નિતીનભાઈ દસાણી, રાજુભાઈ વ્યાસ સહીતનાં કાર્યકરોએ ગરબી માણવા લોકોને અનુરોધ કરેલ છે.

Leave A Reply