ખોડલધામ આયોજીત લેઉવા પટેલ સમાજનાં નવરાત્રિ મહોત્સવમાં માતાજીની આરાધના સાથે સમાજ ઉપયોગી માહિતી પ્રદાન કરવાની થઇ અનોખી પહેલ

જૂનાગઢ શહેરમાં ખોડલધામ આયોજિત લેઉવા પટેલ સમાજનો નવરાત્રી મહોત્સવ સત્યમ પાર્ટી પ્લોટ ઝાંઝરડા ચોકડી નજીક ખોડલધામ જૂનાગઢ જિલ્લા સમિતિ દ્વારા આયોજિત થયેલ છે. આ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધનાની સાથે સાથે લોકોને સમાજ ઉપયોગી માહિતી પ્રદાન કરવાની એક અનોખી પહેલ કરેલ છે જેની શહેરભરમાં ચર્ચા થઇ રહી છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં માહિતી કેન્દ્ર જિલ્લા ખોડલધામ સમિતિના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે જેમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ સમાજ ઉપયોગી અને કલ્યાણકારી યોજનાઓ જેવી કે શૈક્ષણિક, કૃષિ અને આરોગ્ય વિષયક યોજનાઓની માહિતીનું સંકલન સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવે છે.
આ માહિતી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા પત્રિકા સ્વરૂપે કઈ રીતે ઘર-ઘર સુધી માહિતી પહોંચાડી શકાય તે માટે દિશા નિર્દેશ કરતા જૂનાગઢ જિલ્લા સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશ ભાઈ વઘાસીયા અને કારોબારી ટીમ દ્વારા સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમ્યાન માહિતી કેન્દ્રની જવાબદારી સ્વીકારી દરરોજ નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિદ્યાર્થી તેમજ વાલીગણને માહિતી કેન્દ્ર ઉપરથી વિવિધ યોજનાઓની માહિતી પત્રિકાઓ વિતરણ કરવામાં આવે છે તેમજ સાથે સાથે તેની સમજ પણ આપવામાં આવે છે. આ તકે આ માહિતી કેન્દ્ર વિષે સમાજના વિવિધ અગ્રણીઓ સાથે વાત કરતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટ્રી ગોપાલભાઈ રૂપાપરા, ખોડલધામ કાગવડ સમાધાન પંચના ચેરમેન ડો.જી.કે ગજેરા, ખોડલધામ જૂનાગઢ જિલ્લા સમાધાન પંચના કન્વીનર અમુભાઈ પાનસુરીયા, ખોડલધામ જૂનાગઢ જિલ્લા મહિલા સમિતિના કન્વીનર નયનાબેન વઘાસીયા, મધુરમ કન્સ્ટ્રકશનના જેન્તીભાઇ વઘાસીયા, લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ કરશનભાઇ ધડુક, જેરામભાઈ ટીંબડીયા, સવજીભાઈ સાવલિયા, નાનજીભાઈ વેકરીયા, રમણીકભાઇ હિરપરા, મનસુખભાઇ કયાડા, લેઉવા પટેલ સમાજના કોર્પોરેટરો હરેશભાઇ પરસાણા, નટુભાઈ પટોળીયા, ગોપાલભાઈ રાખોલીયા, કુસુમબેન અકબરી, ડો.સીમાબેન પીપલીયા, ભાવનાબેન હિરપરા, લલીતભાઇ સુવાગીયા, ધર્મેશભાઈ પોશીયા, મંજુલાબેન પરસાણા, જયેશભાઇ ધોરાજીયા, સરદાર પટેલ કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદ ધર્માચાર્ય પ્રકાશભાઈ ભંગડીયા, વસંતભાઈ કાવાણી, જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનરો પરેશ ડોબરીયા, સંદીપભાઈ ગીનીયા, દિવ્યેશભાઈ રૂપાપરા, નિતેશભાઈ રાદડીયા, ખોડલધામ કાગવડ કેમ્પસના ડાયરેક્ટર દિલીપભાઈ રાબડીયા દ્વારા આ માહિતી કેન્દ્રની સમાજ ઉપયોગી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમાજ અગ્રણીઓ દ્વારા આ માહિતી કેન્દ્રનું સફળ સંચાલન કરવા બદલ સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશભાઈ વઘાસીયા તથા ઉપપ્રમુખ સંજયભાઈ અકબરી, કારોબારી સભ્યઓ બાઘુભાઈ ડોબરીયા, બાબુભાઇ કાપડીયા, શૈલેષભાઈ ભુવા, પી.ડી.ગજેરા, કિશોરભાઈ ધડુક, વસંતભાઈ કેવાણી, અનિલભાઈ કેવાણી, પ્રોફેસર હરેશભાઈ કેવાણી, સુખડીયાભાઈ, કાછડીયાભાઈ, વસોયાભાઈ, ગજેરાભાઈ અને અશ્વિનભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારી ટીમને અભિનંદન પાઠવેલ છે.

Leave A Reply