Thursday, April 9

જૂનાગઢ લોહાણા મહાજન મહિલા પાંખ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવની ઉલ્લાસપુર્વક ઉજવણી બાદ સંપન્ન

જૂનાગઢનાં રઘુવંશી સમાજની લોહાણા મહાજન મહિલા પાંખ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવની ઉજવણી આ વર્ષે ખુબ જ અદ્‌ભૂત અને અભુતપુર્વ રીતે કરવામાં આવી હતી. આ વર્ષે આ આયોજન રઘુવંશી સમાજના માત્ર બહેનો દ્વારા અને બહેનો માટે જ થયેલ હોઈને, રઘુવંશી સમાજે દરેક સમાજના આગેવાનોને સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડ્‌યું હતું. ગઇકાલે સાંજે દરેક રઘુવંશી મહિલા આગેવાનોએ સાથે રહીને મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેકે દરેક બહેનો અને દિકરીઓને મહિલા પાંખ દ્વારા ઈનામરૂપે લહાણી આપીને યાદગાર રીતે રાસોત્સવ સંપન્ન કર્યો હતો ત્યારે, દરેકનાં હૈયે આનંદ અને હરખની હેલી ચડી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં કોઈ જ પ્રકારની હરીફાઈ વગર દરેકને વિજેતા માનીને ઈનામ વિતરણ કરવામાં આવેલા હતાં. તેમજ વેલ પ્લે ને મહત્વ આપીને ભાગ લેનારને પ્રોત્સાહિત કરેલા હતા. આમ, હવેથી દર વર્ષે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂનાં સીધા માર્ગદર્શન હેઠળ અને રઘુવંશી સમાજના દરેક મહિલા મંડળના સભ્યોને સાથે રાખીને આ જ પ્રમાણે ઉલ્લાસપુર્વક માં અંબાની આરાધનાનો શુભારંભ કરવા માટે સૌ એકમત થયા હતા. આવતાં વર્ષે આથી વિશેષ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય એવી શુભેચ્છાઓ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને મોવડી જયેન્દ્રભાઈ જોબનપુત્રા દ્વારા આપવામાં આવી અને આ વર્ષે થયેલા આ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, મોવડી જયેન્દ્રભાઈ જોબનપુત્રા, સમગ્ર મહિલા મંડળોના બહેનો અને લોહાણા મહાજન મહિલા પાંખના બહેનોને આ યાદગાર આયોજન બદલ દરેક રઘુવંશીઓને અભિનંદન પાઠવેલ છે.

Leave A Reply