Tuesday, November 19

આજે વિજયાદશમી પર્વ : જૂનાગઢની બજારોમાં ફાફડા – જલેબીની ધૂમ ખરીદી

આજે વિજયદસમી પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની બજારોમાં ખાસ કરીને ફરસાણ અને સ્વીટ માર્ટમાં ધૂમ ખરીદી જાવા મળી હતી. વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલ સાંજથી સ્વીટમાર્ટમાં બજારોનું ચિત્ર પલ્ટી ગયું હતું અને ફરસાણનાં તાવડા તેમજ મીઠાઈઓની સામગ્રી તૈયાર કરવામાં આવી હતી અને શહેરનાં અનેક વિસ્તારોમાં આવેલા ફરસાણ અને સ્વીટમાર્ટમાં મંડપો ઉભા કરી પાટલા મંડાયા હતા. લોકોએ વિજયાદશમી પર્વ ઉજવવા માટે ફરસાણ તથા મીઠાઈ, તેમજ ફાફડા – જલેબીની ખરીદીની ધૂમ મચી હતી. તહેવારોને લઈને કયાંક કયાંક સ્થળે જનતા તાવડા પણ મંડાયા હતા અને રાહત દરે ફરસાણ – મીઠાઈનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ દ્વાર દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ પરીવારોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave A Reply