અખંડ ભારત સંઘ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

અખંડ ભારત સંઘ દ્વારા ગઈકાલે વિજયાદશમીનાં પર્વ પ્રસંગે સંસ્થાનાં અધ્યક્ષ ભાવેશભાઈ વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ રૂપાયતન રોડ, ભવનાથ વિસ્તારમાં આવેલ કેવલ બાગ, લાલઢોરી ભવનાથ ખાતે સાંજના ૪.૩૦ કલાકે શસ્ત્રપૂજન, શાસ્ત્રપૂજન, ઓજાર પૂજન અને કલમ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂજન વિધિ બાદ સોમનાથ મહાદેવની સાક્ષીએ રાષ્ટ્રધર્મ અને ઈશ્વરની સેવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમ યાદીમાં જણાવાયું છે.

Leave A Reply