Sunday, February 23

જૂનાગઢમાં લક્ષ્મીવાડી ખાતે સોની જ્ઞાતિનો રાસોત્સવ યોજાયો

જૂનાગઢમાં લક્ષ્મીવાડી, ગેબનશાહપીર રોડ, ખાતે શ્રી દેશાવરી વિશા શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ તથા શ્રી તળપદા દેશી સોની જ્ઞાતિ જૂનાગઢના સંયુકત ઉપક્રમે તા. ૯-૧૦-ર૦૧૯ના રોજ શરદોત્સવ નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ રાસોત્સવમાં બંને જ્ઞાતિના ભાઈઓ, બહેનોએ ઉપસ્થિત રહી અને મોડી રાત્રી સુધી રાસોત્સવ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ નિકુંજભાઈ ધોળકીયા, રાજુભાઈ મદાણી, યુવક મંડળના પ્રમુખ જયેશભાઈ ધોળકીયા, બિપીનભાઈ ધોળકીયા, હરકિશનભાઈ વેડીયા, જીગ્નેશભાઈ કડેચા, ક્રિષ્નભાઈ ચોક્સી, અમિતભાઈ ચરાડવા, રૂપેશભાઈ મદાણી, હિતેષભાઈ મદાણી તેમજ મહિલા મંડળના દમયંતીબેન રાજપરા, ત્રિવેણીબેન ફીચડીયા, ઉષાબેન ધોળકીયા, અનિતાબેન વેડીયા, આશાબેન ચોકસી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ ઝાંઝમેરીયાએ કર્યું હતું. કાર્યક્રમમાં વૃજેશભાઈ વેડીયા, ડી.જે. સ્વેર દ્વારા વિનામૂલ્યે સેવા આપવામાં આવી હતી.

Leave A Reply