Monday, December 16

ગિરનાર રોપ-વે યોજનાની કામગીરી ફરી એકવાર ટલ્લે ચડી !

જૂનાગઢ ગરવા ગિરનાર ખાતે રોપ-વે યોજનાની કામગીરી સતત ચાલી રહી છે અને અવારનવાર આ રોપ-વે યોજના કયારે પૂર્ણ થશે તે અંગેનાં નિવેદનો બહાર પાડવામાં આવી રહ્યાં છે પરંતુ સાચી હકીકત એવી છે કે હાલ રોપ-વેની કામગીરીમાં એક પછી એક વિધ્નો આવી રહ્યાં છે અને નિર્ધારીત સમયે રોપ-વેની કામગીરી પૂર્ણ થઈ નથી અને થશે પણ નહીં. રોપ-વે યોજના કાર્યરત થાય ત્યારે ખરી માનવી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સોરઠ પંથકની જીવાદોરી સમાન જૂનાગઢના રોપવેની કામગીરીમાં એક પછી એક વિધ્નો આવી રહ્યાં છે. હાલ અહીં ધીમી ગતીએ રોપવેની કામગીરી ચાલી રહી છે. રોપવે બનાવવા ઉપર તંત્ર કામ કરી રહી છે પરંતુ ગીરનાર પર્વત ઉપર પ્રવાસીઓની સુવિધા માટે કોઇ જ વ્યવસ્થા નથી તેવી વ્યાપક ફરીયાદો ઉઠી છે. અહીં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ નથી. વેઈટીંગ માટે મુસાફરો માટે રોપ-વે સ્ટેશન પણ બન્યું નથી. આ સ્થળે રોજના આઠથી દસ હજાર પ્રવાસીઓ આવે છે. પરંતુ બેસવાની કે જમવા માટે કોઇ જ વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી નથી. ગિરનાર પર્વત ઉપર જગ્યા સિમિત છે. જેને લઇને અંબાજી મંદિરના મહંતે પોતાની ધર્મશાળા રાજ્ય સરકારને સમારકામ કરી આપવાની માંગણી કરી છે. જૂનાગઢના ગિરનાર ઉપર એશિયાનો સૌથી મોટો રોપ-વે તૈયાર થવા જઈ રહ્યો છે. પરંતુ રોપ-વે તો ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. પણ ત્યાં દરરોજ જતા હજારો પ્રવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણકે હજુ સુધી ત્યાં કોઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ શક્યું નથી, અને રોપવે થઈ ગયા બાદ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઠેકાણા નથી. તેમજ છેલ્લા ૧૦ દિવસથી હંગામી રોપ-વે બનાવવાનું કામ ખોરંભે ચઢી ગયું છે. હાલ મળતી માહિતી પ્રમાણે, ટેક્નિકલ ખામીને કારણે માલવાહક રોપ-વે બંધ થયો છે. હજુ પણ ઘણો સમય હંગામી ધોરણે રોપ-વે બંધ રહે તેવી શક્યતા દેખાઇ રહી છે. હાલ મજૂરો દ્વારા માલસામાન ઉપર પહોંચાડવામાં આવી રહ્યો છે. જેથી રોપ-વે શરૂ થવામાં થોડું મોડું થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. જયાં સુધિ રોપ-વેનું અપર સ્ટેશન સંપૂર્ણ સુવિધાવાળું નહીં બને ત્યાં સુધિ રોપ-વે યોજના શરૂ કરવા અનેક મુશ્કેલીઓ બહાર આવી છે.

Leave A Reply