Saturday, October 19

ભાવિકોની ભવનાથ મંદિરથી સોમનાથ મહાદેવ સુધીની પદયાત્રા

જૂનાગઢ જિલ્લાનાં ૬ ભાવિકોએ ભવનાથ મહાદેવ મંદિરેથી સોમનાથ મહાદેવ મંદિર સુધીની પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશમાંથી આતંકવાદ, ભ્રષ્ટાચારને નાબુદ કરવો, ભૂલકાઓને ભણવાનો જન્મસિધ્ધ અધિકાર મળે, વ્યસનો જેવી વસ્તુઓથી લોકો મુકત થાય અને કેફી પદાર્થોનું સેવન બંધ કરાવાય, ગૌમાતા ઉપર થતા અત્યાચારોને બંધ કરાવવા અને આ માટેનો કડકમાં કડક કાયદો બનાવાય, દરેક વ્યક્તિને કોઈપણ ભેદભાવ વિના નોકરી મળી રહે. આવા સંકલ્પ સાથે જૂનાગઢના ડો. ડી.એ. રાઠોડ, ગોરખમઢીના દેવાભાઈ એચ. ભજગોતર, દરસાલીના અરજણભાઈ હાજાભાઈ વાઢીયા, પોરબંદરના લખુભાઈ દેવાભાઈ મોઢવાડીયા, રાજુભાઈ રામભાઈ મોઢવાડીયા અને સાગરભાઈ વજુભાઈ ઓડેદરા દ્વારા આ પદયાત્રા શરૂ કરી છે. જેમાં ડો. રાઠોડ દ્વારા આ ૧૧૧મી પદયાત્રા છે, દેવાભાઈની ૧૭મી, અરજણભાઈની બીજી અને લખુભાઈ, રાજુભાઈ અને સાગરભાઈની આ પ્રથમ પદયાત્રા છે.

Leave A Reply