દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ દિવડાઓનું પ્રદર્શન અને વેંચાણ કરવામાં આવ્યું

સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને તેમના સમાજીકરણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અનુસંધાને સમગ્ર શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર કે.એ. પટેલના માર્ગદર્શન નીચે તા.૧૦-૧૦-૧૯ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા માટીના દિવડાઓનું પ્રદર્શન અને વેંચાણની કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બી.આર.સી. ભવન જૂનાગઢ શહેરના રિસોર્સ રૂમ ખાતે આવતાં દિવ્યાંગ બાળકોને રંગોની ઓળખ થાય, તહેવારોના મહત્વને સમજે અને પ્રિ-વોકેશનલ સ્કીલનો વિકાસ થાય તેમજ આ દિવ્યાંગ બાળકોને પણ પોતે કંઈક નવીનકાર્ય કર્યું હોય તેનો આનંદ પ્રાપ્ત થાય તે રહેલો છે. આ પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં શિક્ષકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉપસ્થિત લોકોએ પ્રદર્શનમાં મુકેલા તમામ દિવડાઓની ખરીદી કરીને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર ગોપાલભાઈ પંડયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર રાહુલભાઈ પાનસુરીયા તેમજ જૂનાગઢ શહેરના તમામ પ્રોજેકટ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Leave A Reply