જૂનાગઢની દેશી પકવાન હોટલ ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી અપાઈ, રક્તદાન કેમ્પ યોજાયો

જૂનાગઢની ખલીલપુર ચોકડી ઉપર આવેલ પ્રખ્યાત દેશી પકવાન હોટલ ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયદેશભાઈ રાદડીયા, જ્યોતિબેન વાછાણી, રમણીકભાઈ હીરપરા, ડો.જી.કે.ગજેરા, ઈશ્વરભાઈ ઠાકુર, કીરીટભાઈ પટેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, કરશનભાઈ ધડુક, હોટલના સંચાલક ધર્મેશભાઈ પોશીયા, ભરતભાઈ પોશીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશભાઈ પોશીયા અને ભરતભાઈ પોશીયાએ જહેમત ઉઠાવી હતી.

Leave A Reply