Sunday, February 23

કવિ ખલીલ ધનતેજવીને મોરારીબાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ – જૂનાગઢ દ્વારા પ્રતિવર્ષ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ અને સત્વશીલ કવિને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરી એમના સર્જનકર્મની વંદના કરવામાં આવી ત્યારે પૂ.મોરારીબાપુની સન્નિધિમાં, રૂપાયતનના પરિસરમાં શરદ પૂર્ણિમાનાં અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ-ર૦૧૯ માટે ગુજરાતી કાવ્યક્ષેત્રે અદકેરૂ પ્રદાન કરનાર કવિ ખલીલ ધનતેજવીને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઈસ્માઈમલ મકરાણી છે. ૧રમી ડિસેમ્બર-૧૯૩૮માં વડોદરા પાસેના ધનતેજ ગામમાં જન્મેલા આ કવિએ માત્ર ધો.૪ સુધીનું શિક્ષણ મેળવ્યું છે પરંતુ ગુજરાતી સાહિત્યને તેમણે ત્રણ ગઝલ સંગ્રહો આપ્યા છે તેમની સાત નવલકથાઓ પ્રકાશિત થયેલ છે. ઉપરાંત તેઓ પત્રકારત્વ, પ્રિન્ટીંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા રહ્યા છે. ગઝલ સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને વર્ષ-ર૦૦૪માં કલાપી પુરસ્કાર અને વર્ષ-ર૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેઓને રૂ.૧,પ૧,૦૦૦ની સન્માન રાશી તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા સાથેનો વર્ષ-ર૦૧૯નો નરસિંહ મહેતા એવોર્ડ સાક્ષરો અને વિદ્વતજનોની ઉપસ્થિતીમાં એનાયત કરાયો હતો.

Leave A Reply