નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બાળાઓને સાઈકલ ભેટમાં અપાઈ

નવરાત્રી મહોત્સવની જૂનાગઢમાં ખુબ જ ઉત્સાહભેર ઉજવણી બાદ શરદપૂર્ણિમાનો ઉત્સવ પણ ભાવભેર ઉજવાયો હતો ત્યારે શહેરનાં ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બાળાઓને સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. શરદ પૂર્ણિમા નિમિત્તે જૂનાગઢનાં ઈન્દીરા નગર વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળમાં ગરબીના સંચાલક તેમજ દાતા દવે નિલેશભાઈ તરફથી ગરબીમાં રાસ રમતી નાની ૧૦૧ બાળાઓને ભેટ રૂપે સાઈકલ આપવામાં આવી હતી. આ તકે જૂનાગઢના કમિશ્નર સુમેરા તુષારના હસ્તે નાની બાળાઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નવદુર્ગા ગરબી મંડળમાં અમૂલ્ય અને કિંમતી સમય આપી હાજરી આપી હતી અને જૂનાગઢના ધારાસભ્ય જોષી ભીખાભાઈના ભત્રીજા જોષી પારસભાઈ, મીલનભાઈ કેલૈયાએ પણ હાજરી આપી હતી. જૂનાગઢ ઈન્દીરાનગર ખાતે નવદુર્ગા ગરબી મંડળનું આયોજન છેલ્લા ૩૦ વર્ષથી થઈ રહ્યું છે.

Leave A Reply