જૂનાગઢમાં પૂર્વ ડે.મેયરનાં પરિવાર દ્વારા બાળાઓને પ્રસાદ લેવડાવાયો

જૂનાગઢનાં પૂર્વ ડે.મેયર દ્વારા દર વર્ષે ૧૫૦૦૦ જેટલી જગદંબા સ્વરૂપ બાળાઓને મહાપ્રસાદ જમાડવામાં આવે છે. આપણાં જૂનાગઢ શહેર અને આજુબાજુનાં ગામડાઓની ભાતીગળ ગરબીઓની બાળાઓને માતાજીનું સાક્ષાત સ્વરૂપ માની તેમને ગોરણી કરીને મહાપ્રસાદ જમાડવાનું કામ છેલ્લાં ૭ વર્ષથી જૂનાગઢનાં ડે.મેયર ગીરીશભાઈ કોટેચા અને તેમનો પરિવાર કરી રહ્યાં છે. આ ધાર્મિક કાર્ય ગીરીશભાઇ કોટેચા પોતાના નિવાસસ્થાને જ યોજે છે જેમાં દર વર્ષે આશરે ૧૫૦૦૦ જેટલી બાળાઓ મહાપ્રસાદ લે છે. આ વર્ષે પણ તા.૧૧, ૧૨ અને ૧૩મી ઓક્ટોબરનાં રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેનો જગદંબા સ્વરૂપ અનેક બાળાઓએ લાભ લઈ રહી છે.

Leave A Reply