કોમી એકતાનાં સ્વરૂપ ઉપલા દાતારબાપુનાં ઉર્ષની થશે ઉજવણી

કોમી એકતાનાં સ્વરૂપ ઉપલાં દાતારબાપુનાં ઉર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે ઉર્ષ પર્વ ઉજવાશે. આગામી સંભવત તા.૧૯-૧૧-૧૯નાં રોજ આ ઉર્ષની ઉજવણી થનાર હોવાનું બહાર આવ્યું છે. આ ઉજવણી દરમ્યાન જમીયલશા દાતારબાપુનાં પ્રાચિન આભુષણો કુંડલ, કવચ, ચંદનપાવડીની ચંદનવિધી તેમજ મહેંદી રશ્મ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. પૂજય ભીમબાપુની નિશ્રામાં આ કાર્યક્રમો યોજાશે.

Leave A Reply