બહાઉદ્દીન કોલેજથી કલેકટર કચેરી સુધી છાત્રોની આક્રોશ રેલી યોજાઈ

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ઉઠવા પામી છે. જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ બહાઉદ્દીન કોલેજથી લઇ કલેકટર સુધી રેલી કાઢી હતી.
તા.૧પ-૧૦-ર૦૧૯ના રોજ સાંજના ૮ઃ૩૦ કલાક સુધીમાં જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા અન્નજળનો ત્યાગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરીને પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય છે અને અંતમાં પરીક્ષાઓ રદ્દ થવાના સમાચાર મળે છે. વિદ્યાર્થીઓએ નારાજ થઈને જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું ત્યાં કલેકટર ઓફિસ ખાતે ધરણા કરી આક્રોશ ઠાલવ્યો હતો.

Leave A Reply