Thursday, April 9

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ હેલ્થ કાર્ડ લોન્ચ કરાશે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષાનાં બ્રહ્મ હેલ્થ કાર્ડ સમિતી જૂનાગઢ જીલ્લાનાં આગેવાનોની ઉપસ્થિતીમાં બ્રહ્મ સમાજનાં પરિવારોને આરોગ્યલક્ષી સેવા મેળવવામાં સહાયરૂપ બનવાની ભાવના સાથે આ સમિતી દ્વારા બ્રહ્મ હેલ્થ કાર્ડની યોજના જારી કરવામાં આવી છે. આ યોજના થકી બ્રહ્મ હેલ્થ કાર્ડ ધરાવનાર લાભાર્થીને તબીબી સેવામાં રાહત મળી શકે તેમ છે અને જેથી આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટેનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા મા અમૃતમ યોજનાથી પ્રેરિત થઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાનાં મહામંત્રી ડો. યજ્ઞેશભાઇ દવે દ્વારા વિનામુલ્યે બ્રહ્મ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં લગભગ ૧૮૦૦ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો વઘુમાં વઘુ સમસ્ત બ્રહ્મ પરિવાર લાભ લઈ શકે તે હેતુથી ગઈકાલે સાંજે ૬ઃ૦૦ કલાકે કિષ્ના કાર્ડ વણઝારી ચોક જૂનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. આ તકે આયોજકોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વડપણ હેઠળ ભારત સરકાર દ્વારા સામાન્ય અને જરૂરીયાતમંદ લોકોને માટે આર્શિવાદરૂપ મા અમૃતમ યોજના જારી કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ અનેક લોકો લઈ રહ્યાં છે ત્યારે આ યોજનામાંથી પ્રેરણા મેળવી અને અમારી આ સમિતિએ પણ સમસ્ત બ્રહ્મ સમાજનાં પરિવારોને સાંકળી લેવા માટે અને તેઓને સહાયરૂપ બનવાનાં મુખ્ય ઉદ્દેશ સાથે બ્રહ્મ હેલ્થ કાર્ડની યોજના જારી કરી છે. જૂનાગઢ શહેરનાં ર૦ થી વધારે નામાંકિત ડોકટરોને પણ આ યોજના સાથે તેઓનો સહયોગ મેળવી લેવામાં આવ્યો છે અને નામાંકિત તબીબોએ પણ યોગ્ય સહકાર આપવાની ખાતરી આપી છે અને બ્રહ્મ હેલ્થ કાર્ડ ધરાવનારને ર૦ ટકાથી લઈ ૭૦ ટકા સુધીનો આર્થિક ફાયદો કરી આપવાની બાંહેધરી પણ આપી છે અને આ યોજના જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં કાર્યરત બનાવવામાં આવી છે. હાલ ફોર્મ વિતરણની કામગીરી પુરજાશથી હાથ ધરવામાં આવી છે અને દિવાળી બાદ વહેલી તકે પ્રથમ યાદીનું બ્રહ્મ હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. આ બ્રહ્મ હેલ્થ કાર્ડ જે-તે લાભાર્થીને આપવામાં આવશે. તેમાં તબીબોથી માંડી તેઓની પાસેથી કઈ સારવારમાં રાહત મળી શકે તે સંબંધિત વિગતો તેમજ કેટલો ફાયદો થશે ? તે બાબત પણ જણાવવામાં આવશે. આ ઉપરાંત કોઈ અતિ જરૂરીયાતવાળી વ્યકિતને વધુ ફાયદો થાય તેવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે અને આ સાથે જ એક ડિરેકટરી પણ બનાવવામાં આવી રહી છે. આ ડિરેકટરીની કામગીરી પુર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે તેનું વિમોચન કરવામાં આવશે. લાભાર્થીઓને ઉપયોગી માહિતી મેળવવા માટે કસ્ટમર કેર પણ શરૂ કરવામાં આવશે અને જેમાં ફાળવેલાં નંબરથી હેલ્થ કાર્ડ ધરાવનારને તમામ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. વિશેષમાં આ સેવા કાર્યને સફળ બનાવવા સંજયભાઈ પંડયા, હસુભાઈ જોષી, કાર્તિકભાઈ ભટ્ટ, કૌશિકભાઈ રાજ્યગુરૂ, પંકજભાઈ ભટ્ટ, રાજુભાઈ પંડયા, રવિભાઈ ઠાકર, કેતન મહેતા, દેવાંગ ત્રિવેદી, દિપક ઠાકર, સુમિત વ્યાસ, ગૌરાંગ જોશી, કમલેશભાઈ વ્યાસ, તુષારભાઈ જાની, મધુબેન જોષી તથા શિલ્પાબેન જોષી જહેમત ઉઠાવી રહ્યાં છે. વિશેષમાં ફોર્મ મેળવવા માટે હસુભાઈ જોષી કિષ્ના કાર્ડ વણઝારી ચોક દરગાહની પાછળ મો.૯૩૭૬૬૪૧૧ર૧, શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ વિદ્યાર્થી ભવન મનોરંજન ગેસ્ટ હાઉસ જૂનાગઢ મો.૯૪ર૭૬૯૭૪ર૭, શ્રી રામ કુરીયર, જે.બી.ચેમ્બર જયશ્રી રોડ જૂનાગઢ કમલેશભાઈ વ્યાસ મો.૯૮૯૮૦૦૪૪૬૪ નો સંપર્ક સાંધવા જણાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સમિતી દ્વારા અગાઉ પણ કર્મકાંડી બ્રહ્મ પરિવારોને માટે વિમાકીય યોજના જારી કરવામાં આવી હતી અને આ ઉપરાંત પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

Leave A Reply