સાસણ ગીરમાં સિંહ દર્શન કરી પર્યટકો બન્યા ખુશખુશાલ

ગીર અભયારણમાં પ્રવાસીઓ માટે ગઈકાલથી સિંહદર્શન શરૂ થયા છે અને વનવિભાગ દ્વારા લીલીઝંડી આપીને શરૂ કરી દેવામાં આવેલ છે. ગઈકાલે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આગામી તહેવારોના દિવસોમાં પણ પ્રવાસી જનતા મોટી સંખ્યામાં સિંહ દર્શનનો લાભ લઈ શકશે અને આ માટે ઓનલાઈન પરમીટની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે ત્યારે ગીર અભયારણમાં લીલી વનરાઈ સાથે મનમોહક દ્રશ્ય સર્જાયું છે. જંગલનો રાજા સિંહ પોતાની લાક્ષણીક મુદ્રામાં આવનાર પ્રવાસીઓને દર્શનનો લાભ આપી રહ્યો છે અને પ્રવાસી જનતા પણ સિંહ દર્શન કરી ખુશખુશાલ બની ગયેલ છે.

Leave A Reply