ગુજરાતભરમાં બેઝમેન્ટ/સેલર/ટેરેસ ફલેટનું પાર્કીંગ વેંચાણ કરતાં બિલ્ડર, પ્રમોટર્સ વિરૂધ્ધ છેતરપીંડી અને બોગસ દસ્તાવેજના ગુના દાખલ કરવા આદેશ

બેઝમેન્ટ, સેલર, ટેરેસ, ફલેટનું વેચાણ કરતાં બિલ્ડરો અને પ્રમોટરો વિરૂધ્ધ છેતરપીંડી અને બોગસ દસ્તાવેજના ગુના દાખલ કરવા રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા)એ સુચના જારી કરી છે. સુપ્રિમ કોર્ટના જજમેન્ટના આધારે આ સુચના અપાઈ છે. મહારાષ્ટ્ર ઓનરશીપ ફલેટ એકટ-૧૯૬૩ના જજમેન્ટના પારા નં.૩૭માં જણાવાયું છે કે, મહારાષ્ટ્ર ઓનરશીપ ફલેટસ એકટ (મોફા)માં કોમન એરીયા અને ફેસીલીટીઝની પરીભાષા આપવામાં આવેલ નથી. એકટમાં કોમન એરીયાની પરીભાષા આપવામાં આવેલ ન હોય સુપ્રિમ કોર્ટે કોમન એરીયા તરીકે બેઝમેન્ટ, સેલર, ટેરેસ, બગીચા, કલબ હાઉસ, પા‹કગ એરીયા, સ્ટોરેજ એરીયા, કોરીડોર, લોબી, દાદરા, લીફટ સામૂહીક અને વ્યવસાયીક સુવિધાઓ વગેરે તમામ કોમન એરીયા અને સુવિધામાં આવે છે. આ જ રીતે ગુજરાત ઓનરશીપ ફલેટસ એકટ-૧૯૭૩ને જોતાં તેમાં પણ કોમન એરીયા અને ફેસીલીટીઝની કોઈ પરીભાષા આપવામાં આવેલ નથી. આથી સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ સંપૂર્ણપણે ગુજરાત રાજ્યમાં પણ લાગુ પડે છે. ત્યારે આ જોગવાઈ વિરૂધ્ધ જઈને બિલ્ડરો / પ્રમોટરોએ કોમન જગ્યા એટલે કે બેઝમેન્ટ, સેલર, ટેરેસ, પાર્કીંગ એરીયા વગેરે ભુતકાળમાં વેચાણ કર્યા હોય તો તે ફોજદારી ગુન્હો બને છે. ગુજરાતભરમાં અનેક કોમર્શીયલ કોમ્પલેક્ષોએ પાર્કીંગમાં દુકાનો બનાવી નાંખી છે. કેમ કે કોમન એરીયા એ તમામ ફલેટ ધારકોની માલિકીના છે અને તેનું વેંચાણ થઈ શકે નહીં. આથી જજમેન્ટના પારા નં.૪૧માં દર્શાવ્યા મુજબ ઉપરોકત જોગવાઈઓની વિરૂધ્ધ જે પણ એગ્રીમેન્ટ પ્રમોટરો અને ફલેટસ ધારકો વચ્ચે થયેલ છે તે ગેરકાયદેસર છે અને કાયદાની નજરમાં અસ્તીત્વ ધરાવતું નથી. આથી આ કાયદાકીય પરિસ્થિતિ મુજબ બિલ્ડરો / પ્રમોટરોએ આવી જગ્યા વેંચેલ છે કે હવે પછી વેંચાણ કરશે તો તેમના વિરૂધ્ધ ફોજદારી પગલા લેવા આવશે તેમ અધિક પોલીસ મહાનિદેશક સુધીર સિન્હાની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply