દિવાળી તહેવારોમાં પાડોશીના ઘરે દીવડા પ્રગટે તેનો ખ્યાલ રાખજો : વિશ્વાનંદમયી માતાજી

દિવાળી અને નવા વર્ષમાં ૫ાડોશીનાં ઘરે પણ દીવડા પ્રગટે તેનો ખ્યાલ રાખજો, એ ખરો ધર્મ છે. આ સંદેશો જાળીયાના વિશ્વાનંદમયી માતાજીએ આપ્યો છે.
આપણે ત્યાં ધર્મ અને સંસ્કૃતિમાં અન્યનું કલ્યાણ કરવા માટે ખુબ મહાત્મ્ય રહેલું છે, દિવાળીએ દિવા પ્રગટાવવાનું પર્વ છે. આ પર્વમાં માત્ર આપણા ઘરે જ ઉત્સવ થાય અને કોઈ પાડોશી દુઃખી હોય તો એ ધર્મ નથી. આ માટે જાળીયાના શિવકુંજ આશ્રમના વિશ્વાનંદમયી માતાજીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે, દિવાળી અને નૂતન વર્ષના આ ઉત્સવોમાં પહેલા સગા આપણા પાડોશી છે તે મુજબ તેમના ઘરે પણ દીવડા પ્રગટે એટલે કે તમારા ઘરે મીઠાઈ કે અન્ય વ્યંજનો બનાવ્યા હોય તે હરખ સાથે આપજો. આ વ્યવહાર જ આપણો ખરો ધર્મ છે. તેના બાળકોનો રાજીપો એ જ ભગવાનનો રાજીપો છે.

Leave A Reply