ડેંગ્યુનો ભય સાવ ખોટો છે, લોકો ગંભીર રોગચાળામાં પણ સ્વસ્થ રીતે યોગ્ય સારવાર અને પરેજી રાખવાથી વ્યકિતને મળે છે નવું જીવન : ડો.હરસુખ રાદડિયા

તાવ સહિતનાં ગંભીર રોગચાળામાં પણ જૂનાગઢ શહેર અને જીલ્લાનાં લોકોને કવોલિફિકેશન ધરાવતાં ડોકટર પાસે યોગ્ય સારવાર અને પરેજી પાળી અને રોગને ભગાડવાનો અનુરોધ જૂનાગઢ જીલ્લા મેલેરિયા અધિકારી ડો.હરસુખ રાદડિયાએ કરેલ છે. જૂનાગઢ શહેરમાં ઝેરી રોગચાળો ભારે માથું ઉંચકી રહ્યો છે અને ડેંગ્યુથી દર્દીઓનાં મૃત્યું થયાં હોવાનાં વ્યાપક ફરીયાદોનાં પગલે તપાસનાં આદેશો જારી થયાં છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોની તંદુરસ્તી જળવાય તે માટેનાં આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આધારભુત વર્તુળો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચોમાસાની સિઝન બાદ શરૂ થતો રોગચાળાનાં આ માહોલમાં સામાન્ય રીતે કોઈ વ્યકિતનું મૃત્યું થયું હોય અને તેનાં અંતિમ સંસ્કાર માટે જે-તે સ્મશાને લઈ જવામાં આવતાં હોય છે. ત્યારે ત્યાં નોંધણી થતી હોય છે અને ત્યાં પુછવામાં આવતું હોય છે કે કઈ રીતે મૃત્યું થયું છે.
મૃત્યું પામનારનાં સ્વજનો દ્વારા સામાન્ય રીતે જે જવાબ આપવામાં આવતો હોય છે તેમાં તાવ સહિતની બિમારીઓ કે છેલ્લે સ્વજનની બિમારીનાં જે લક્ષણો હોય તે જણાવતાં હોય છે અને તેને આધારે આ રજીસ્ટ્રરમાં એન્ટ્રી થતી હોય છે આ રજીસ્ટ્રરમાં મૃત્યું પામનારની એન્ટ્રી ર૦ જેટલી પહોંચી છે અને તેમાં જે બિમારી દર્શાવેલી હોય સામાન્ય રીતે તેને લઈને તારણ નીકળ્યું હોય છે અને આમ તાવ અને ડેંગ્યુથી મૃત્યું પામનારની સંખ્યા ર૦ જેટલી દર્શાવવામાં આવી છે. પરંતુ જો ગંભીર બિમારીનાં કારણે જો કોઈ મૃત્યું થયું હોય તો એક કેસ શંકાસ્પદ હતો અને તે પણ ખાનગી હોસ્પિટલમાં થયું હોવાનું બહાર આવેલ છે.
દરમ્યાન જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ જીલ્લા મેલેરીયા અધિકારી ડો.હરસુખ રાદડિયાએ જૂનાગઢ શહેર અને જીલ્લાનાં લોકોને ગંભીર બિમારીમાં સાવધાની અને પરેજી પાડવાની અપીલ કરી છે. ડેન્ગ્યુનો હાવ સાવ ખોટી રીતે ઉભો કરવામાં આવેલ છે અને આવી ગંભીર બિમારીમાં પણ દર્દી સંપૂર્ણ સાજા થઈ શકે છે પરંતુ તેની સામે જેણે ચોક્કસ પરેજી અને સાવધાની રાખવી જાઈએ. જૂનાગઢ જીલ્લા મેલેરિયા અધિકારીએ વધુમાં લોકોને અપીલ કરતાં જણાવેલ હતું કે કોઈને તાવ આવે અથવા તો શરીર ઉપર અસર જોવા મળે, આંખનાં ડહોળાં બહાર આવી જાય કે ઝાડાં-ઉલ્ટી વગેરે થતું હોય તો તાત્કાલિક અસરથી સારવાર લેવી જોઈએ અને તે પણ કવોલીફિકેશન ધરાવતાં ડોકટર પાસેથી અને દર્દીએ સામાન્ય રીતે તાવ આવે તો પેરાસિટામોલ, ઓ.આર.એસ. જ્યુસ, ફ્રુટસ જ્યુસ અને લીબું સરબત તેમજ વધુમાં વધુ પાણી પીવામાં આવે તો આ દર્દીને બિમારીનાં સમયે તાત્કાલિક રાહત થાય છે અને રોગમુકત પણ બની શકે છે જેથી તાવ, ઉધરસ, શરદી, ઝેરી મેલેરીયા, ચીકનગુનિયા કે ડેંગ્યુનાં ખોટાં ડરથી ગભરાવું નહીં અને યોગ્ય પરેજી પાળવા અને જરૂર જણાય તો તબીબી સારવાર તત્કાલ લેવા અનુરોધ કરેલ છે.

Leave A Reply