ફૂડ એન્ડ સેફ્‌ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સર્વેમાં તારણ ૪૧ ટકા પ્રોસેસ્ડ અને કાચું દૂધ ગુણવત્તાપૂર્ણનાં માનકોથી નીચી કક્ષાનું

pouring milk in a glass isolated against white background

દૂધની શુધ્ધતાને જાળવી રાખવા અને તેની ગુણવત્તા સુધારવા માટે ફૂડ એન્ડ સેફ્‌ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તા.૧ જાન્યુઆરી ૨૦૨૦થી સંગઠિત ક્ષેત્રની દૂધ કંપનીઓ જેવી કે મધર ડેરી, અમૂલ, પારસને પણ પોતાના દૂધનાં સેમ્પલની તપાસ FSSAIની લેબોરેટરીમાં કરાવી પડશે. અત્રે નોંધનીય બની રહેશે કે, દૂધની શુધ્ધતાને લઈ ફૂડ એન્ડ સેફ્‌ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પોતાનો એક સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ૪૧ ટકા પ્રોસેસ્ડ અને કાચું દૂધ ગુણવત્તાપૂર્ણના માનકોથી નીચી કક્ષાના છે. ૪૧ ટકા દૂધમાં ફેટ અને SNF એટલે કે સોલિડ્‌સ નોટ ફેટની માત્રા પણ ગુણવત્તાનાં માનકોથી ઓછી હોવાનું સામે આવ્યું છે. તેનું કારણ એ છે કે કાં તો ગાયને બરાબર ખાવાનું ન મળતું હોય અથવા દૂધમાં પાણી મિક્સ કરીને આપવામાં આવતું હોય.
સર્વેના રિપોર્ટ પ્રમાણે દેશમાં ૯૩ ટકા દૂધ શુધ્ધ અને સુરક્ષિત છે. બાકીના ૭ ટકામાં ભેળસેળવાળું દૂધ છે. ૫.૭ ટકા સેમ્પલમાં અફલટોક્સિન એમ ૧ની માત્રા વધારે છે.
૧.૨ ટકા સેમ્પલમાં એન્ટી બાયોટિક્સની માત્રા વધારે છે. કુલ ૬૪૩૨ સેમ્પલમાં ફક્ત ૧૨ (૦.૧૮)માં યુરિયા, ડિટરજન્ટ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ જેવા તત્વો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે જોવા મળ્યા હતા. તો ૬૪૩૨ સેમ્પલમાંથી ૧૫૬માં maltodextrin અને ૭૮માં સુગરની માત્રા હોવાનું સામે આવ્યું હતું.

Leave A Reply