સોનાનાં આભુષણો અને ડાયમંડ જવેલરી ખરીદીનું શ્રેષ્ઠ-ઉત્તમ અને વિશ્વસનીય સ્થાન… ‘તનિષ્ક’

સોનાનાં આભુષણો અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં ગ્રાહકોનું હિત, સંતોષ અને ભરોસો એજ તનિષ્કનો મુળમંત્ર રહેલો છે. જૂનાગઢનાં મોતીબાગ રોડ ઉપર એગ્રી. યુર્નિ. કેમ્પસ સામે સેવન સીઝ એપાર્ટમેન્ટનાં ગ્રાઉન્ડ ફલોરમાં શોપ નં.૧/ર, રપ૦૦ સ્કેવર ફિટની વિશાળ જગ્યામાં ફ્રન્ટ એરીયામાં તનિષ્કનાં જવેલરી શો-રૂમનું ગત ર૭ ઓગષ્ટ ર૦૧૯થી શુભારંભ થયો છે. તનિષ્ક એ ટાટાનું ડિવીઝન છે. જૂનાગઢ સહિત ૧૬પ શહેરોમાં ર૬પથી વધુ તનિષ્કનાં શો-રૂમ આવેલાં છે અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી દેશનાં સૌથી ભરોસાપાત્ર જવેલરનું બિરૂદ મેળવેલ છે. તનિષ્કમાં રર કેરેટ ગોલ્ડ અને ઉત્તમ પથ્થરોનો ઉપયોગ, સોનાનું અને પથ્થરોનું અલગ-અલગ વજન, જયારે ગ્રાહક સોનાની કિંમતની ચુકવણી કરે ત્યારે ગ્રાહકે પથ્થરોનાં વજનનું દામ ચુકવવાનું નહીં, સોના અને હિરા ઉપર વર્તમાન કિંમતે ૧૦૦ ટકા એકસચેન્જ મુલ્ય, જુનું સોનું એકસચેન્જ કરવામાં ગ્રાહકની નજર સામે જ પીગાળવાનું, હિરાની ગુણવત્તા અણીશુધ્ધ અને એક પ્રોડકટમાં અલગ-અલગ ગુણવતાનાં હિરાનું મિશ્રણ નહીં. આમ તનિષ્ક ગ્રાહકોનાં હિતને પ્રથમ પ્રાધાન્ય આપી આસ્થા, ઈમાનદારી, મુલ્ય, ભરોસો અને ગુણવત્તા ઉપર જ સૌથી વધુ ભાર મુકે છે. તનિષ્કનાં શો-રૂમમાં કેરેટ મીટરની સુવિધા છે. જ્યાં ગ્રાહકો પોતાની નજર સામે જ સોનાની શુધ્ધતાની પુરતી ચકાસણી કરી શકે છે. દાગીનાનાં રિપેરીંગની પણ પુરતી સુવિધા છે. જ્યાં કારીગર ગ્રાહકની હાજરીમાં જ નાનું-મોટું રિપેરીંગ કરી આપે છે.
તનિષ્કનાં શો-રૂમમાં આકર્ષક રીતે મઢાયેલાં સોનાનાં આભુષણો અને રિયલ ડાયમંડનાં અલગ-અલગ ડિવીઝન છે. રૂ.૪ હજારની રેન્જથી શરૂ કરી સોના-ડાયમંડની વિવિધ આઈટમો ઉપલબ્ધ છે. ગ્રાહકને સોનાનાં દાગીના, ડાયમંડની ખરીદી સામે પાકું બિલ આપવામાં આવે છે જેમાં ખરીદી સંબંધિત સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. બિલ વિનાં કોઈ કામ થતું નથી. જવેલરીમાં મીણા કારીગીરી તનિષ્કની આઈટમોને ખાસ અલગ અને આકર્ષક, મજબુત બનાવે છે. જયારે દિવાળીનાં પાવન પર્વમાં તનિષ્કનો શો-રૂમ ગ્રાહકોને હૃદયપૂર્વક આવકારે છે. તા.રરનાં પુષ્ય નક્ષત્ર અને તા.રપનાં ધનતેરસનાં પાવન પર્વે તનિષ્કની આઈટમની ખરીદીનો લાભ લેવાનું ચુકતાં નહીં.

Leave A Reply