જૂનાગઢનાં ૭૦ જેટલા વડીલોએ ઈન્ડોર ગેમ્સમાં કૌશલ્યનો પરચો બતાવ્યો

સીનીયર સીટીઝન મંડળ આયોજીત ઈન્ડોર ગેમ્સ કેરમ, ચેસ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ ગઈકાલે રવિવારે જીલ્લા પંચાયત સ્પોર્ટસ કલબ અને જીમખાના જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં ૭૦ સીનીયર સીટીઝનોએ ભાગ લીધો હતો. ગેમ્સનું ઉદઘાટન જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ કરેલ હતું. જયારે જૂનાગઢ હાટકેશ હોસ્પીટલનાં પ્રમુખ કલ્પીતભાઈ નાણાવટીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કરેલ હતાં.
આ કાર્યક્રમમાં સીનીયર સીટીઝન મંડળનાં પ્રમુખ જે.બી. માંકડ, આઈ.યુ. સીડા, પ્રવિણભાઈ પોપટ, વજસીભાઈ સોલંકી, લલીતભાઈ દવે, વિમલભાઈ વોરા વગેરે ઉપસ્થિત રહયા હતાં. કેરમ સ્પર્ધામાં ભાઈઓમાં હનીફભાઈ કુરેશી, કાંતિભાઈ ડરાણીયા, વિજયભાઈ મહેતા તેમજ બહેનોમાં મંજુલાબેન ડરાણીયા, અરવિંદાબેન ઠકકર, રસીલાબેન જોષી તેમજ ચેસ સ્પર્ધામાં જશ્મીનભાઈ ઠાકર, રમેશભાઈ રાઠોડ, મણીભાઈ સોલંકી, બહેનોમાં મીનાક્ષીબેન અગ્રાવત, મીનાબેન અગ્રાવત, જયશ્રીબેન ગાલોરીયા તેમજ ટેબલ ટેનીસમાં ભાઈઓમાં કાંતિભાઈ ડરાણીયા, પરસોતમભાઈ સાંખલા, જે.આઈ. ભટ્ટ, બહેનોમાં મંજુલાબેન ડરાણીયા, રમાગૌરી ઘોડાસરા તેમજ બેડમીન્ટનમાં ભાઈઓમાં જશ્મીન ઠાકર, હનીફભાઈ કુરેશી, યોગેશભાઈ પુરોહીત, બહેનોમાં અરવિંદાબેન ઠકકર અને રમાગૌરી ઘોડાસરા વિજેતા થયા હતાં.

Leave A Reply