જૂનાગઢ મનપાને રસ્તાની કામગીરી સામે વરસાદની ચેતવણી…

જૂનાગઢ શહેરનાં રસ્તાઓની હાલત સૌ કોઈ નિહાળી રહયા છે અને જૂનાગઢ શહેરનાં રસ્તા ઉપર વાહન ચલાવવું તો એકબાજુ રહયું પરંતુ ચાલવું પણ કઠીન છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા રસ્તા રીપેર કરવા માટે વરસાદનું બહાનું હાથ ધરાયું હતું. વરસાદ રહે પછી રસ્તાઓનું કામ ચાલુ કરવા મનપાએ મન મનાવ્યું હતું. પરંતુ વરસાદે ૧પ દિવસ ઉઘાડ આપતાં પણ અમુક રસ્તાઓનું જ કામ ચાલુ થયુ હતું ત્યારે વરસાદે પણ હવે મારે રાહ નથી જોવી તમે તમારૂં કામ પુરૂ ન કર્યુ પરંતુ હવે હું મારૂં કામ ફરીથી શરૂ કરૂ છુ તેવી રીતે વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે. અને હવે રસ્તાની કામગીરી કયારે શરૂ થશે તે તરફ સૌ કોઈની મીટ મંડાયેલી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિપ ડિપ્રેશન સાથે વાવાઝોડાની સાથે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢનાં ખરાબ રસ્તા સહન કરવા બદલ ધન્ય છે જૂનાગઢની જનતાને… તેની સહનશકિત અદભૂત છે. સાથે શહેરની સામાજીક સંસ્થાઓ અને નિવેદન કરનારા નેતાઓ ચુપ છે વાહ જૂનાગઢ વાહ…. !

Leave A Reply