જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ધાબડીયું વાતાવરણ

ચોમાસાની સત્તાવાર રીતે વિદાય થઈ ગઈ હોવા છતાં પણ વરસાદ ગમે ત્યારે ત્રાટકે તેવી સંભાવના વચ્ચે લોકો તહેવારોની ઉજવણીમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તો બીજી તરફ દિવાળીના દિવસો ટાંકણે જ હજુ પણ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગની રહેલી છે ત્યારે આ આગાહી સત્ય થાય તેવો માહોલ પણ સર્જાયો છે. આજે સવારથી જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ અને ધાબડીયા વાતાવરણ વચ્ચે જનજીવનને અસર પહોંચી છે, છુટાછવાયા છાંટા પડી રહયા છે.
રાજ્યભરમાં દિવાળીની તૈયારીઓ થઈ ગઈ છે. ફટાકડાથી લઈને કપડા, નાસ્તા, ગિફ્ટ્‌સ વગેરેની ખરીદી કરાઈ રહી છે. માર્કેટમાં દિવાળીને લઈને બહુ જ ઉત્સાહ છે. પણ લોકોના આ ઉત્સાહ ઉપર પાણી ફેરવે તેવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. તા. ર૩,ર૪ ઓક્ટોબર,ધનતેરસ અને દિવાળી સહિત ચાર દિવસ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દિવાળીમાં વરસાદ આવી શકે તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દિવાળીનાં તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે નિરાશાજનક સમાચાર આપ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે સૌરાષ્ટÙ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટમાં જૂનાગઢ સહિત ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકા, અમરેલી જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસશે. હાલ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ છે, તો કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. મહીસાગર, ગીર-સોમનાથ, બારડોલી, નવસારી, તાપી, અમરેલીમાં છેલ્લા બે દિવસમાં વરસાદી ઝાપટા અનુભવાયા હતા. દાહોદ, નવસારી, ડાંગ, મહીસાગર, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની અસર રહેશે. સુરત, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ રહેશે. ત્યારે જો દિવાળીએ વરસાદ આવશે તો ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની ભીતિ છે અને દિવાળીનાં તહેવાર પણ બગડવાની સંભાવના છે.

Leave A Reply