Sunday, February 23

શ્રીમતી મૃણાલિનીબેન એચ. ગોધાણી સેન્ટ્રલ લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું

ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા, જૂનાગઢ ખાતે શાળા/કોલેજામાં અભ્યાસ કરતી દિકરીઓ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દિકરીઓને વાંચનાલયનો વિશેષ લાભ મળી રહે તેવા શુભાશયથી સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા શ્રીમતી મૃણાલિનીબેન એચ. ગોધાણીના નામથી ‘સેન્ટ્રલ લાયબ્રેરી’ની ખુબ સારી સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ લાયબ્રેરી માટે સંસ્થા દ્વારા વિવિધ શિર્ષકના બહોળી સંખ્યામાં પુસ્તકો તેમજ અદ્યતન ફર્નિચરની સુવિધા પણ ઉભી કરવામાં આવેલ છે.
ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા, જૂનાગઢ ખાતે ‘શ્રીમતી મૃણાલિનીબેન એચ. ગોધાણી સેન્ટ્રલ લાયબ્રેરી’ની લોકાર્પણવિધિ તા.રર-૧૦-ર૦૧૯ને મંગળવારે સવારે ૯ઃ૩૦ કલાકે સંસ્થાના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાના વરદ્દ હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત સંસ્થાના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સેન્ટ્રલ લાયબ્રેરી સંસ્થાની દિકરીઓને અભ્યાસ તથા વાંચન માટે ખૂબ લાભદાયી થશે.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ મૃણાલિનીબેન ગોધાણી, હરિભાઈ ચોવટિયા, ચુનિભાઈ રાખોલિયા, મહેન્દ્રભાઈ ગોધાણી, કડવાભાઈ રામાણી, કરશનભાઈ બાંભરોલિયા, પુરૂષોત્તમભાઈ વેકરીયા, નટુભાઈ ઢોલરિયા, ભગવાનજીભાઈ ધામેલિયા, ચનાભાઈ પોંકિયા, જીવરાજભાઈ ઢોલરિયા, વિનુભાઈ અકબરી, ડાયાભાઈ રામોલિયા, અશોકભાઈ માળવિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, ભાવેશભાઈ વેકરીયા, નિતેષભાઈ ભુવા, પ્રજ્ઞાબેન ચાંચડિયા, કુસુમબેન ભુવા, ઉષાબેન ગોધાણી, શિક્ષણ નિયામક સુરેશભાઈ વોરા સહિત શૈક્ષણિક વડાઓ અને સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply