Sunday, February 23

ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા, જૂનાગઢ ખાતે ‘અટલ લેબ’નું લોકાર્પણ કરવામાં આવ્યું

ભારત સરકારના માનવ સંશોધન મંત્રાલય અને નિતી આયોગ દ્વારા અટલ ઈનોવેશન મિશન અંતર્ગત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ-જૂનાગઢ સંચાલિત માતૃશ્રી મીઠીબા ગગજીભાઈ ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરા, જૂનાગઢ ખાતે ‘અટલ ટીન્કરિંગ લેબ’ શરૂ કરવાની મળેલ મંજુરીથી સંસ્થાના ટ્રસ્ટીઓ, શૈક્ષણિક વડાઓ, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાયેલ છે. આ અટલ લેબ માટે સંસ્થા દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, અંતરિક્ષ, ઈલેકટ્રોનિકસ, રોબોટીકસ, મિકેનીકલને લગતા વિદ્યાર્થીઓને ઉપયોગી એવા ઘણા સાધનો પણ વસાવવામાં આવેલ છે.
ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા, જૂનાગઢ ખાતે ‘અટલ લેબ’ની લોકાર્પણવિધિ તા.રર-૧૦-ર૦૧૯ને મંગળવારે સવારે ૯ કલાકે સંસ્થાના જાઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન હરિભાઈ ગોધાણીના વરદ્દ હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત સંસ્થાના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ અટલ લેબથી સંસ્થાની દિકરીઓને અભ્યાસમાં નવીનતા, કુતુહલતા તેમજ સંશોધનક્ષેત્રે ખૂબ પ્રોત્સાહન મળી રહેશે.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ હરિભાઈ ચોવટિયા, કડવાભાઈ રામાણી, કરશનભાઈ બાંભરોલિયા, પુરૂષોત્તમભાઈ વેકરીયા, નટુભાઈ ઢોલરિયા, ભગવાનજીભાઈ ધામેલિયા, ચનાભાઈ પોંકિયા, જીવરાજભાઈ ઢોલરિયા, વિનુભાઈ અકબરી, ડાયાભાઈ રામોલિયા, અશોકભાઈ માળવિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, ભાવેશભાઈ વેકરીયા, નિતેષભાઈ ભુવા, પ્રજ્ઞાબેન ચાંચડિયા, કુસુમબેન ભુવા, ઉષાબેન ગોધાણી, શિક્ષણ નિયામક સુરેશભાઈ વોરા સહિત શૈક્ષણિક વડાઓ અને સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply