જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં પ્રાણીઓનું આગમન : તિરૂપત્તિ ઝૂલોજીકલ પાર્કને પ્રાણી, પક્ષીઓ મોકલાયા

આંધ્રપ્રદેશના તિરૂપત્તિના એસ.વી. ઝૂલોજીકલ પાર્ક સાથે પ્રાણીઓનાં એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયનાં સક્કરબાગમાં સફેદ વાઘ, રીછ, શિયાળ, શાહુડી, બાયસન આવેલ છે. જયારે તિરૂપત્તિ ઝૂ ને સિંહ, હરણ, ચિંકારા અને એનક પક્ષીઓની જોડી આપવામાં આવેલ છે.
જૂનાગઢના સક્કરબાગમાં સિંહ, દિપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આંધ્રપ્રદેશના તિરૂપત્તિના એસ.વી.ઝૂલોજીકલ પાર્ક ખાતેથી સ્લોથ બિયર, શિયાળ, શાહુડી, સફેદ વાઘ, બાયસન મેળવવામાં આવેલ છે. જયારે સક્કરબાગ ઝૂ ખાતેથી એશિયાઈ સિંહ, યામીન ડીયર, બાર્કીંગ ડિયર, ચિંકારા-ર, પોલીકન, કુંજ, ચમચો બગલો અને નાની ચકલી (ઝેબ્રા ફિન્સ) બે જાડી તિરૂપત્તિ ખાતે મોકલવામાં આવેલ છે તેમ સક્કરબાગ પ્રાણી ઉદ્યાન નિયામક, ડો. અભિષેક કુમારે જણાવ્યું છે. સક્કરબાગ ઝૂ માં એક નર અને એક માદા સફેદ વાઘની જોડી હતી ત્યારે હવુ વધુ નરને સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય ખાતે લવાયો છે જેને કવોરેન્ટાઈન વિભાગમાં રખાયો છે.
દેશના વિવિધ ૧૩ ઝૂને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઈ સિંહો આપવામાં આવેલ છે જેની સામે સક્કરબાગમાં વિવિધ પ્રાણી, પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે. એક માસ પહેલાં ઉત્તરપ્રદેશના ઈટાવાના ઝૂ ને ૭ સિંહો અપાયા હતા જેની સામે એક માસ બાદ સક્કરબાગમાં ૧૪ વર્ષનો નર ગેંડો મોકલાયો પરંતુ આ ગેંડાને સક્કરબાગમાં રાખવાને બદલે નર્મદાના કેવડીયા ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જો કે એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડીયા ખાતે ગેંડો મોકલાયો હોય ત્યાંથી પણ પ્રાણી પક્ષીઓ આવશે તેમ જાણવા મળેલ છે.

Leave A Reply