શાસકો ખુરશીમાં, જૂનાગઢ બેહોશીમાં

જૂનાગઢને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જા આપ્યાને ૧૭ વર્ષનો સમય વિતી ગયો હોવા છતાં આજેય કોઈ વિકાસનાં કામો જોવા મળતાં નથી અને આ શહેર એક મોટું ગામડું જ હોય એવું નગરજનો કટાક્ષમાં કહી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, જામનગર, ભાવનગરની જેમ જૂનાગઢનો વિકાસ કરવામાં શાસકો સદંતર નિષ્ફળ નિવડયા છે. ગિરનાર યાત્રાધામ, કુદરતી સૌંદયનો વિપુલ વારસો સહિત પર્યટન સ્થળનાં વિકાસ માટે તમામ તકો હોવા છતાં તેને યોગ્ય રીતે વેગવાન બનાવવા હજુ સુધી જૂનાગઢ મનપા તંત્ર અને વહીવટી તંત્ર સાવ બેદરકાર અને નિષ્કીય ભૂમિકામાં રહ્યું છે. જૂનાગઢ શહેરનાં ટ્રાફિકનાં માથાનાં દુઃખાવા સમાન રેલ્વે ફાટકો, મુખ્ય બજારનાં સાંકડા રસ્તાઓ, સાફ-સફાઈનો અભાવ સહિતના કારણો જૂનાગઢને મોટા ગામડાની જ પ્રતિતિ કરાવે છે. આગામી સમયમાં ગિરનાર રોપ-વે કાર્યાવિન્ત થશે પરંતુ આ સંબંધીત આંતર માળખાકીય સુવિધાઓ બાબતે હજુ પણ કોઈ પ્રોજેકટ, પ્લાન જોવા મળતો નથી. આજે તો ટ્રાફિક, પાર્કિંગ, ફાટક, દબાણો સહિતની સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા જૂનાગઢની આ વરવી અને વાસ્તવક સ્થિતિ જોવા મળી રહી છે.

Leave A Reply