મેંદરડા-સાસણ રોડ ઉપર ડાયવર્ઝન શરૂ કરાયો

તાજેતરમાં મેંદરડા તાલુકાના માલણકા નજીક પૂલ ધરાશાયી થયાની ઘટના બાદ વાહન વ્યવહારનો ભારે મુશ્કેલી પડી રહી હતી અને ચાર તાલુકાનાં અસરગ્રસ્ત લોકોને લાંબું ચક્કર કાપી અને જવું પડતું હતું. આ અંગે ટૂંકા રસ્તે ડાયવર્ઝન કાઢવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન ગત તા. ૬-૧૦-ર૦૧૯ના રોજ મેંદરડા-સાસણ રોડ ઉપર તૂટેલા પૂલ પાસે ડાયવર્ઝર્ન શરૂ કરી દેવામાં આવેલ છે તેથી મુસાફર જનતાને તહેવારોના દિવસોમાં આ માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ છે. સાસણ જવા માંગતા પ્રવાસીઓને હવે લાંબુ ચકકર કાપવું પડશે નહીં. મેંદરડાથી સાસણ જઈ શકાશે. જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીનાં પ્રયાસોથી ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Leave A Reply