જૂનાગઢમાં આવતીકાલે રાષ્ટ્રીય આયર્વેદ દિવસની ઉજવણી થશે

જુનાગઢમાં નિયામક, આયુષ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ધનતેરસના દિવસે સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ‘રન ફોર આયુર્વેદ’, ‘ધન્વંતરી સ્થાપન અને પૂજન’, ‘આયુર્વેદ પરિસંવાદ’ અને ‘વેલનેસ કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે વધુ માહીતી આપતા આયુર્વેદ કોલેજના આચાર્યએ જણાવ્યું કે, જાહેર જનતાના લાભાર્થે સરકારના આદેશ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે મુજબ સવારે ૭.૩૦ વાગ્યે જૂનાગઢ જિલ્લાના તમામ આયુર્વેદ મેડીકલ ઓફિસરો અને આયુર્વેદ કોલેજના તબિબી અધ્યાપકો સ્વાસ્થ્ય રક્ષા આપતો સંદેશ બાબતની દોડ કરશે. ત્યારબાદ ‘ધનવંતરી પૂજન’ અને ‘આયુર્વેદ પરિસંવાદ’ રાખવામાં આવેલ છે, તેમજ આયુર્વેદ હોસ્પિટલ અંતર્ગત વેલનેસ કેમ્પ રાખવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ કરવા આચાર્ય, જિલ્લા આયુર્વેદ અધિકારી, સુપ્રિટેન્ડન્ટ તેમજ વહીવટી અધિકારીઓ દ્વારા તૈયારી કરવામાં આવેલ છે.

Leave A Reply