જૂનાગઢનાં સક્કરબાગ અને દેવાળીયા પાર્કની જેલ માનવભક્ષી દીપડાથી હાઉસફૂલ

જૂનાગઢનાં સકકરબાગ ઝુ જેલમાં ૪પ માનવભક્ષી દીપડા હાલ નજર કેદ છે. આ જેલની માફક દેવળીયા પાર્કની જેલ પણ માનવભક્ષી દીપડાથી હાઉસફુલ થઇ ગઇ છે. લોકો ઉપર હુમલો કરતા અથવા તો મોતને ઘાટ ઉતારતા માનવભક્ષી દીપડાને જેલ હવાલે કરવામાં આવે છે. વન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આવા દીપડા માટે જુનાગઢમાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે અને સાસણ ગીર સ્થિત દેવળીયા પાર્કમાં જેલની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનાગઢ ઝુ જેલની ક્ષમતા ૪પ દીપડાની છે. જયારે દેવળીયા પાર્કની જેલમાં ૧૬ દીપડાની જગ્યા છે. પરંતુ હાલ આ બંને જેલ માનવભક્ષી દીપડાથી ફુલ થઇ ગઇ છે. માનવભક્ષી દીપડાની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો હોય અને બંને જેલમાં જગ્યા ન હોવાથી હવે માનવભક્ષી દીપડા પકડાય તો તેને અન્ય રેસ્કયુ સેન્ટરમાં રાખવા ગોઠવણ કરવામાં આવી છે. આજીવન કેદ કરાયેલા દીપડાને કયારેય છોડવામાં આવતા નથી પરંતુ ગ્રામ્ય-વાડી વિસ્તારનાં લોકોને ખુલ્લામાં ન સુવા અને નોનવેજ કે એઠવાડ ન ફેંકવા વન વિભાગે સલાહ આપી છે.

Leave A Reply