જૂનાગઢનાં જોષીપરા રેલ્વે ફાટકનાં ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ગતિમાં

જૂનાગઢ શહેરની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે સાત સહેલી સમા રેલ્વે ફાટકની છે અને તેમાં પણ ઓજી વિસ્તારની તમામ સોસાયટીઓનાં રહેવાસીઓને તેમજ શાળાએ ભણતાં વિદ્યાર્થીઓને અવરજવર માટે મુખ્ય માર્ગ એવા જાષીપરા રેલ્વે ફાટક માથાનાં દુઃખાવા રૂપ છે. અનેકવાર રજુઆતો, વર્ષોની પિડાનો હવે જાણે ઉકેલ હાથવેંતમાં હોવાનું જણાઈ રહ્યું છે. આ રેલ્વે ફાટક ખાતે ઓવરબ્રીજ બનાવવાની કામગીરીનાં ભાગરૂપે માટીનાં સ્ટ્રેન્થના નમુના લેવામાં આવી રહ્યાં છે.
દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો બાદ નવા વર્ષની શુભ શરૂઆત થવાની સાથે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ વિકાસની પ્રક્રિયા વધુ ઝડપી અને તેજ બને તેવા નિર્દેશો મળી રહ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા ફાટક લેસ બનાવવાની યોજના શરૂ થાય તેવા નિર્દેશો પણ મળી રહ્યાં છે અને આ દરમ્યાન લોકોની લાગણી અને માંગણી તેમજ અનેક સંસ્થા, આગેવાનોની રજુઆતો બાદ આખરે જોષીપરાનાં રેલ્વે ફાટક કે જે માથાનાં દુઃખાવા રૂપ છે ત્યાં ઓવરબ્રીજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઓવર બ્રીજની સ્ટ્રકચર ડિઝાઈન માટે સોલબેરીંગ કેપેસીટીનાં ટેસ્ટીંગ માટે બોર કરી માટીનાં નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં ઓવરબ્રીજની કામગીરી પુરજાશથી હાથ ધરાઈ તેવા નિર્દેશો મળી રહ્યાં છે.

Leave A Reply