Tuesday, February 18

દૂધ હવે આરોગ્યપ્રદ નહીં, ભેળસેળથી ઝેરીલું બન્યું છે

દૂધ હવે આરોગ્યપ્રદ નહીં પણ ભેળસેળથી ઝેરીલું બની ગયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારી માહિતી બહાર આવેલ છે. સૌપ્રથમ વખત કેન્દ્રીય એજન્સીએ દૂધના સેમ્પનું દેશવ્યાપી ચેકીંગ કર્યું હતુ જેમાં ગુજરાતમાં ૪૧ ટકા દૂધના નમૂનામાં અખાદ્ય દૂધ હોવાનું જણાયું હતું અને ખરાબ ગુણવત્તાવાળું દૂધ હતું. પરિક્ષણ કરાયેલ દૂધના નમૂનાઓ પૈકી ૮ સેમ્પલમાં તો કીડની અને લીવર ખરાબ કરે અને કેન્સરના તત્વો મળી આવ્યા હતા. દૂધના ૧૧૩ પાઉચ પૈકી ૬૧ પાઉચમાં આ ટેસ્ટ ફેઈલ થયો હતો. અમદાવાદમાંથી લેવાયેલા દૂધના ૬૧ ટકા નમૂના ફેઈલ થયા હતા. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે ત્યારે દૂધની કરાયેલ ચકાસણીમાં ચોંકાવનારી માહિતી મળતાં હવે ચોખ્ખું દુધ મેળવવું કયાંથી તેવી દેશવાસીઓમાં ચર્ચા ઉઠવા પામી છે.

Leave A Reply