જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં સુસવાટા મારતો પવન ફુંકાયો

ગઈકાલે રાતથી જ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વાતાવરણમાં ભારે પલ્ટો આવી ગયો હતો અને વરસાદ તો નહીં પરંતુ માવઠા જેવું વાતાવરણ સર્જાયું હતું અને સુસવાટા મારતો પવન ફુંકાવા લાગ્યો હતો. અરબી સમુદ્રમાં કિયાર ચક્રવાતને લઈને સમુદ્રમાં તોફાનની સ્થિતી સર્જાણી છે જેને પગલે ગુજરાતનાં મહત્વનાં બંદરોમાં ભયસુચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ જીલ્લાનાં માંગરોળનો દરિયો ગાંડોતુર બન્યો છે અને સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્યથી ભારે વરસાદનાં ઝાપટા પડે તેવી શકયતા છે. હજુ વાવાઝોડું ગોવાથી ઘણું દુર હોવાનું જાણવા મળે છે.

Leave A Reply